ચાણસ્મા તાલુકાના અલગ અલગ ગામ ની શાળા ઓ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવતા ચાણસ્મા નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર

રિપોર્ટ – જીગર કોટક
ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ચાણસ્મા વિધાનસભા વિસ્તારના ચાણસ્મા શહેર ખાતે બી.આર.સી.ભવન માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો એ પ્રસંગે વિસ્તારના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો તથા ચાણસ્મા તાલુકાના વડાવલી તથા ધરનોધરડા ગામે પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી દિલીપ કુમાર ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમ નો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી રશ્મિબેન ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્ર પટેલ તથા શાળાના સ્ટાફ મિત્રો ગામના વડીલો બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા શિક્ષણને લગતી કોઈપણ જરૂરિયાત શાળા ને હોય તો તાત્કાલિક જાણ કરવા માટે કહ્યું હતું કાર્યક્રમ દરમિયાન માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *