ગાંધીનગર યુનિવર્સલ સ્કેટિંગ એસોસિએશન સંસ્થાનાં સ્કેટર્સ ઝળક્યા

અમદાવાદ, ગોતા ખાતે ફર્સ્ટ ઇન્ટર રિંક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશીપનું આયોજન એમ.એસ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ગાંધીનગર યુનિવર્સલ સ્કેટિંગ એસોસિએશનનાં ૨૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને મેડલ્સ્ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં તથા ટીમનું સંપૂર્ણ સંકલન ટીમ મેનેજર મિલાપ ટાટારિઆ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગાંધીનગર યુનિવર્સલ સ્કેટિંગ એસોસિએશન સંસ્થાનાં કોચ જતીન દવેએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *