આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટ : બીના પટેલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રેરિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિશેષ અવસરે આત્મીય વિદ્યાધામ બાકરોલ – આણંદ ખાતે આયોજિત યોગ કાર્યક્રમનાં પ્રસંગે ગુરૂહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં સંતો, સહિષ્ણુ સેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા નગરનાં શ્રેષ્ઠીઓ, યુવકોએ સહભાગી બન્યા હતા. “યોગ પ્રણાલી ભારતની પેઢીને સુવર્ણ ઇતિહાસની અનોખી ઝલક આપે છે. નિયમિત યોગાભ્યાસ અને પ્રાણાયામ થકી તન, મન અને આત્મા સ્વચ્છ રહે છે તેમજ માનવજીવનના અંતિમ લક્ષ્ય અધ્યાત્મ જ્ઞાન તરફ પણ ઉન્નતિનો માર્ગ સૂચિત કરે છે.” – ગુરૂહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી એ સમજાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *