
20 દિવસે ફંડ પહોચાડ્યું.. તેમો.. પણ 8226 રૂપિયા કાપી લીધા.
ભારતભરમાં એક્સિસ બેન્ક ની ઘણી બધી શાખાઓ આવેલી છે. પરંતુ વિદેશ ફંડિંગ પહોંચાડવામાં એક્સિસ બેન્ક સફર રહી હોય તેવું તેના કસ્ટમર દ્વારા લાગતું નથી.ગુજરાત સરકાર ના પ્રાથમિક શાળા ના મહેસાણા જિલ્લા પંચાયતના કર્મચારી શિક્ષિકા બેન ના સેલરી એકાઉન્ટમાં થી તેમના પતિ દ્રારા તેમના દીકરા ને વિદેશ ફંડ પહોંચાડવા નું હતું. જેમાં શિક્ષિકા બેન ના ખાતા દ્રારા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલ એક્સિસ બેન્ક બ્રાન્ચ દ્વારા તેમના પતિ જાણીતા પત્રકાર કમલમ ન્યૂઝ ગાંધીનગર થી પ્રસિદ્ધ થતું અખબાર. તેના ઉત્તર ગુજરાતના ચીફ બ્યુરો ને કડવો અનુભવ થયો છે. તેઓએ તેમના દીકરાને કેનેડા પાંચ હજાર ડોલર પહોંચાડવા માટે 2 જૂનના રોજ એપ્લિકેશન ફોર્મ માં સાઇન કરીને આપેલ અને તેમના એકાઉન્ટમાંથી 3,11,624 રૂ. ડેબિટ થયેલ પરંતુ એક્સિસ બેન્કે સામે કેનેડાની બેંકમાં આજે 22 તારીખે પહોચાડ્યું . 20 દિવસનો સમય લેવાથી કેનેડા તેમના દીકરાને ભારે નુકસાન થયું છે. તેમની જરૂરીયાત ના સમયે મની ટ્રાન્સફર નહીં થવાને કારણે આપણે એક પ્રાઇવેટ બેન્ક સામે કેટલો વિશ્વાસ રાખવો તે – એક બહુ જ અગત્યની બાબત થઈ ગઈ છે. મહેસાણા એક્સિસ ની બ્રાન્ચ માંથી ફંડ ટ્રાન્સફર કરતા કર્મચારી ભાઈ સ્મીતઓઝા સાથે કોન્ટેક્ટ કરીને ફંડટ્રાન્સફર કરવા આપેલ તેઓએ 61.85 રૂપિયા બરાબર એક કેનેડિયન ડોલર નો ભાવ આપેલ તે પ્રમાણે,તેમજ 2000 રૂપિયા બેંક સર્વિસ ચાર્જ, અને જીએસટી અલગથી ભરવા કહેલ.તે પ્રમાણે કસ્ટમર ના એકાઉન્ટમાં થી બેન્કે ડેબિટ કરેલ. એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન થવા જઈ રહ્યો છે કે બેંક સમયસર મની ટ્રાન્સફર ના કરી શકે તો તેને સર્વિસ ચાર્જ લેવો જોઈએ કે નહીં તેમજ સમયસર ફંડ ટ્રાન્સફર નહીં કરવાને કારણે સામેના વ્યક્તિને જે નુકસાન થયું હોય તેનો એક્સિસ બેન્ક ઉપર ક્લેએમ શું ના કરવોજોઈએ ? આ બધા પ્રશ્નો એક બાજુ રહે છે અને કસ્ટમર ને એક દુઃખદ અને ખૂબ જ અસરાહનીય, એક્સિસ બેંક માટે ચિંતાજનક, તેમના કર્મચારી દ્વારા વ્યવહાર થયો તો સામાન્ય જનતા માટે નો વ્યવહાર કેવો હશે ?? એ ખૂબ જ વિચારવા જેવી બાબત થઈ રહેવા પામી છે. મની ટ્રાન્સફર નહીં થવાને કારણે કસ્ટમર દ્વારા તેમણે જણાવેલ કે એક અઠવાડિયાથી પણ હજુ કેનેડા ની બેંકમાં મની ટ્રાન્સફર થયા નથી તો તેમને ઉદ્ધતાઈ પૂર્વક તેવો જવાબ આપ્યો કે તમે એક અઠવાડિયું થઇ ગયું તો અમને કેમ જણાવતા નથી. અઠવાડિયા પછી કેમ જાણ કરો છો અને કેનેડાની બેંકમાં પહોંચ્યા કે નહીં તે અમને ક્યાંથી ખબર પડે. સામે કસ્ટમર દ્વારા પ્રત્યુત્તર આપ્યા તે પ્રમાણે જણાવ્યું કે ત્રણ ચાર દિવસ રાહ જોયા પછી અમે તમને જણાવીએ ને અને અમે કઈ ખોટું તો બોલવા ના નથી કે કેનેડાની બેંકમાં મારા દીકરા ના એકાઉન્ટમાં હજુ જમા થયા નથી. અમે કંઈ ઓછા તમને ખોટું બોલીને પરેશાન કરવા માગીએ છીએ. મીડિયા ના એક બહુ જ ઉચ્ચકક્ષાના રિપોર્ટર ને જૂઠું બોલવાનો આરોપ તે ખુબ જ વિચાર્યા વગર નો વાણી વિલાસ કરવો કેટલો યોગ્ય લાગે છે તે એક બહુ મોટો પ્રશ્ન થઇ રહ્યો છે.
મીડિયા ના પ્રતિનિધિને જો આ રીતે ઉત્તર મળતો હોય તો અન્ય પબ્લિકને તેમના કર્મચારીઓ દ્વારા કેવા પ્રત્યુત્તર મળતા હશે.. તે તો જનતા જ જાણે.. હાલ મહેસાણાનગરમાં આ બાબતે પબ્લિક માં ખૂબ જ ચર્ચા થઈ રહી છે.હવે એક્સિસ બેન્ક 20 દિવસ પછી વિદેશ ફંડ ટ્રાન્સફર કરી શકી અને કસ્ટમર ને બેંક 133 ડોલર કાપીને એટલે કે 8226 રૂપિયા ફંડ કસ્ટમર ના ખાતા માં થી કાપી ને ત્યાં 4886 ડોલર પહોંચાડીયા. જ્યારે ફંડ ટ્રાન્સફર કરવાનું હતું ત્યારે કસ્ટમરના એકાઉન્ટમાંથી પાંચ હજાર ડોલર લેખે તેમને પૈસા કાપી લીધા, સાથે સાથે, બેન્કનો સર્વિસ ચાર્જ 2000 રૂપિયા, તેમજ જીએસટી ચાર્જ, આ તમામ રૂપિયા એકાઉન્ટમાંથી કાપ્યા બાદ બેંક ફંડ ટ્રાન્સફર 20 દિવસ બાદ પહોંચાડી શકી .
સવાલ એ થાય છે કે ફરી થી 20/06/22 એ કરેલું રીટર્ન પેમેન્ટ ત્રીજા દિવસે કેનેડા બેન્ક મો કેવી રીતે જમા થયું. તો આગળ જે ફંડ તેમને મોકલાવ્યું હતું તે કેમ સમયસરના પહોંચ્યું. શું તેમની કોઈ ભૂલના કારણે આવું બન્યું તેનો કોઈ જવાબ બેંક આપી રહી નથી.
હવે રહી વાત બેંક દ્રારા હેરાન પરેશાન થયા ,અને નાહકના બેંક તેમના એકાઉન્ટમાંથી તેનો ચાર્જ પણ કાપી રહી છે.જોવાનું એ રહ્યું કે પ્રાઇવેટ બેન્કો ઉપર સરકારે પણ ભરોસો કેટલો મૂકવો કારણ આ એકાઉન્ટ સરકારી કર્મચારી નું સેલરી એકાઉન્ટ છે. હવે આવતા સમય માં એક્સિસ બેન્ક આના ઉપર કેટલી કાર્યવાહી કરે છે અને કયા પગલાં ભરે છે. સાથે સાથે કસ્ટમરને ખોટી રીતે કાપેલા પૂરેપૂરા પૈસા તેના ખાતામાં બેંક જમા આપે છે કે નહીં તે હવે એક્સિસ બેન્કના અન્ય કસ્ટમર અને લોક જનતાએ જોવાનું રહ્યું.હાલ તો કસ્ટમ દ્રારા જાણવા મલ્યું છે તે મુજબ તે આર. બી. આઈ. માં ફરિયાદ કરશે.
રિપોર્ટ.. અરવિંદ ગાંધી..
