ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન

રીપોર્ટ:-મનુભાઈ ખાંડેખા

દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું. જેમાં ૨૪૦ સખી મંડળો ને કુલ રૂ.૨૬૧ લાખ રકમ ની સીસી લોન મંજૂર કરવામાં આવી તેમજ ૨૨૩ સખી મંડળો ને રૂ.૩૪૪ લાખ રકમ ની સીસી લોન ધિરાણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પડસુંબિયા,સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રીમતિ હંસાબેન પારેઘી,ભાજપ અગ્રણી શ્રી જીગ્નેશભાઈ કૈલા,શ્રી વાઘજીભાઈ ડાંગરોચા,શ્રી નથુભાઈ કડીવાર,શ્રી કિશોરભાઈ ચીખલીયા,આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા,શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા,, રવજીભાઈ પરમાર,કલેકટર શ્રી જે.બી.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.જે. ભગદેવ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ ઇશિતાબેન મેર,તેમજ સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *