
બિદડા ખાતે નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટસ કોલેજ અને પાન વલ્લભ સ્કીલ કોલેજનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહિલાઓ શિક્ષણ મેળવી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા આત્મનિર્ભર બને તે માટે દ્રઢ નિર્ધાર સાથે આપણે કટિબદ્ધ બનીએ.
આ તકે તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સ્કીલ ડેવલોપમેન્ટના ક્લાસ કરીને તે આત્મનિર્ભર બને તે માટે આ કોલેજ ખુબજ ઉપયોગી થશે અને કચ્છના લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક ગામડાની દીકરીઓ તાલીમબદ્ધ થઇને રોજગારી પ્રાપ્ત કરશે. વધુમાં તેમણે આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતાં કહ્યું હતું કે, ક્ચ્છને સિંગાપુર બનાવવાનું સપનું અને દિકરીઓ વધુમાં વધુ શિક્ષણ મેળવીને આગળ આવે તે માટે હંમેશા વડાપ્રધાનશ્રી તત્પર છે. રૂરલ ટુ ગ્લોબલનું સપનું સાકાર કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, મહિલાઓ શિક્ષિત બની દેશના વિકાસમાં ભાગીદાર બને તે માટે આપણે પ્રયત્નશીલ બનીએ. મહિલાઓને જો સારું શિક્ષણ મળશે તો એ બાળકોને પણ સારૂ શિક્ષણ આપી શકશે . વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લીધે મહિલાઓને શિક્ષણ અને તમામ ક્ષેત્રે આગળ લાવવા સરકાર ખુબ જ કટિબદ્ધ છે.
નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટ્સ કોલેજ અને પાન વલ્લભ સ્કીલ કોલેજના મુખ્યદાતા અને માતૃવંદના મુખ્ય ટ્રસ્ટી કોમલભાઈ સાવલા અને મંદાબેન સાવલા હાજર રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગરભાઇ તારાચંદભાઇ છેડાએ કર્યુ હતું.
આ પ્રસંગે માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કેશવજી રોશિયા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજયભાઈ છેડા માંડવી તાલુકા કારોબારી ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ રંગાણી, મુન્દ્રા તાલુકા કારોબારી ચેરમેનશ્રી હરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી ડાયાલાલભાઈ આહીર, ખગોળશાસ્ત્રીય ડો. જે.જે.રાવલ, , પ્રિન્સિપાલ મનાલીબહેન કતીરા, બિદડા સરપંચશ્રી જયાબેન પટેલ, અગ્રણી સર્વશ્રી સુરેશભાઈ સંઘાર, સાંમતભાઈ ગઢવી, ઈશ્વરભાઈ દેસાઈ, પ્રભાબેન મારૂ, નારાયણભાઈ ગઢવી, માંડવી માતૃવંદનાના ટ્રસ્ટી શિલાબેન શાહ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત સદસ્યશ્રી જેકસનભાઈ સંઘાર, લાલન કોલેજ ભુજના પ્રિન્સિપાલ છત્રપાલસિંહ ઝાલા,તેમજ શિક્ષણ ગણો અને વિવિધ ટ્રસ્ટના અગ્રણીઓ તેમજ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યાં હતાં.
