ધરમપુર ખાતે વન્યન પ્રાણી સપ્તારહ-૨૦૨૦ ની ઉજવણીનું સમાપન કરાયું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વન્‍ય પ્રાણી સપ્‍તાહ ઉજવણીના સમાપનનો કાર્યક્રમ કોવિદ-૧૯ની માર્ગદર્શિકાના પાલન સાથે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે યોજાયો હતો. જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્‍કૃતિ મંત્રાલય અને રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસ, ધરમપુર ના સંયુક્‍ત ઉપક્રમે તારીખ વિવિધ કાર્યક્રમો અને ઓનલાઈન સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વન્‍ય પ્રાણી વિષે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્‍પર્ધા, ચિત્રકામ સ્‍પર્ધા, પોસ્‍ટર પેંટિંગ કોંટેસ્‍ટ, રિસાયકલ એટ હોમ એન્‍ડ સેવ ધ એન્‍વાયરમેન્‍ટ, સેલ્‍ફી વિથ મેડીસીનલ પ્‍લાન્‍ટ, વેબીનાર ઓન પ્રોટેક્‍ટ વાઇલ્‍ડ લાઇફ એન્‍ડ પીસફૂલ કોએક્‍સિસ્‍ટન્‍સ વિથ લેપર્ડ, તથા સર્પ ની ઓળખ અને તેના વિષે સમજૂતી જેવા કાર્યક્રમોનો સમાવેશ કરાયો હતો. જેમાં માલનપાડા, રાજપૂરી તલાટ અને જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ગુજરાતમાં જોવા મળતા ઝેરી અને બિનઝેરી સાપોના પોસ્‍ટર દ્વારા ઓળખ અને ખાસ કરીને નાગ, ખડચિતરો, ફોડચિ, કાળોતરો, જેવા ઝેરી સાપો તેમાં રહેલ ઝેરના પ્રકાર, તેના કરડવાથી લેવાની પ્રાથમિક સારવાર જેવી બાબતો ગ્રામજનોને સમજાવવી, સાપોને લગતી અંધશ્રધ્‍ધા વિષે વિસ્‍તૃત સમજણ વાઇલ્‍ડ લાઈફ વેલ્‍ફેર ફાઉન્‍ડેશન નવસારીના સ્‍વયંસેવકો, વિપુલ પટેલ અને ટીમે આપી હતી. રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસ ધરમપુરના શક્‍તિભાઈ અને હિરેન ભાઈ એ દીપડાથી બચવાના ઉપાયો જણાવી સાપો  અને દીપડા તો ખેડૂત ના મિત્રો છે, તેઓ પાક નું રક્ષણ કરે છે તેથી માણસે તેમની સાથે સંઘર્ષ ટાળવા અનુરોધ  કર્યો હતો. જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના એજ્‍યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ  રાઠોડે જણાવ્‍યું હતું કે,  પૃથ્‍વી ઉપર સંતુલન જળવાઈ રહે તે જંગલ તેમજ આહાર શૃંખલામાં દરેક વન્‍ય જીવનું મહત્ત્વ છે. જિલ્લા વિજ્ઞાન અધિકારી ઇકબાલ ઢાલાઈતે સાપની શિકાર કરવાની પદ્ધતિ વિષે વૈજ્ઞાનિક સમજણ આપી હતી. કે બી એસ કોલેજ વાપીના ઝૂલોજી પ્રૉફેસર ડૉ. ક્રિષ્‍ના રાજપૂતે પ્રોટેક્‍ટ વાઇલ્‍ડ લાઇફ એન્‍ડ પીસફૂલ કોએક્‍સિસ્‍ટન્‍સ વિથ લેપર્ડ વિષય પરના વેબીનારમાં શિક્ષકો અને વન્‍યપ્રેમીઓ સાથે દીપડાની રહેણીકરણી વિશે જાણકારી આપી હતી, અને પશ્‍નોનાં જવાબો પણ આપ્‍યા હતા. વન્‍ય પ્રાણી સપ્‍તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનારાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.        

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM