શ્રી ભરત – બાહુબલી

               ભરત અને બાહુબલી આદિનાથ ભગવાનના 100 પુત્રોમાં મોટા પુત્ર હતા. આ બંનેમાં ભરત મોટા હતા અને બાહુબલી નાના હતા. બંને મહા પરાક્રમી બળવાન અને યોદ્ધા હતા. ભરતની માતાનું નામ સુમંગલા અને બાહુબલીની માતાનું સુનંદા હતું. ભરતને 98 નાના ભાઈ પણ હતા. 

                    ભગવાન આદિનાથ એ દીક્ષા લીધી એ સમયે અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું. બાહુબલીને બહલી દેશનું રાજ્ય આપ્યું તથા બીજા પુત્રોને બીજા દેશો આપ્યા. ભરત ને આયુધશાળામાં ચક્રરત્ન પેદા થયા પછી ભરત ક્ષેત્રના 6 ખંડોમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. આ વિજયમાં 60000 વર્ષ લાગ્યા હતા. વિજય મેળવીને વિનિતા નગરીમાં આવ્યા ત્યારે ચારે બાજુ વિજયનો અપૂર્વ ઉલ્લાસ છવાઈ ગયો. પરંતુ ત્યારે ખબર પડી કે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નહતું. 

               એક પણ રાજા જ્યાં સુધી ચક્રવર્તીની આજ્ઞા સ્વીકાર કરવાનું અસ્વીકાર કરે ત્યાં સુધી ચક્ર આયુધશાળા પ્રવેશ કરતું નથી, એવો નિયમ છે. વિચાર કરતા ભરતને ધ્યાન પોતાના 99 ભાઈઓ પર ગયું. જ્યારે ભરત દ્વારા 98 ભાઈઓએ આદેશ માનવાનું કહેવામાં આવ્યું ત્યારે એ અસ્પષ્ટ બની ગયા. પરાધીનમાં સુખ નહીં એવું માનીને ભગવાન આદિનાથની પાસે દીક્ષિત થયા. જ્યારે  બાહુબલીને કહેવામાં આવ્યું ત્યારે એમનું સ્વાભિમાન જાગી ગયું. અને યુદ્ધની ચુનોતી સ્વીકાર કરી લીધી. ચક્રવર્તીની સેના એના રાજ્ય પર આવી ગઈ. બાહુબલી પણ સેના સાથે રણ મેદાનમાં આવી ગયા. રણ મેદાનનું દ્રશ્ય ભયાનક લાગવા લાગ્યું. નરસંહારની સંભાવના દર્શકોની આંખોમાં જોવા લાગ્યા. વચ્ચે બચાવમાં કરવા વાળા લોકો નરસંહાર રોકીને બંને ભાઈઓનો પરસ્પર યુદ્ધ કરીને હાર જીતનો નિર્ણય કરવાની સલાહ આપી. ધ્વનિયુદ્ધ, દ્રષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, દંડયુદ્ધ એ પાંચ પ્રકારના યુદ્ધ કરવામાં આવ્યા. બધા યુદ્ધમાં બાહુબલી વિજયી બન્યા. ભરતની ખરાબ રીતે હાર થઈ. 

                 પરાજિત વ્યક્તિ પોતાનું ભાન ભૂલે છે. ભરતે પણ વિચાર કર્યા  વગર ગુસ્સાથી બાહુબલીને મારવા માટે ચક્ર ચલાવ્યું. એ દેવાધિષ્ઠિત ચક્ર પોતાનું ભાઈનો કેવી સંહાર કેવી રીતે કરી શકે એ ચક્ર પાછું આવી ગયું. પરંતુ આ જઘન્યતમ પ્રયત્નથી બાહુબલીએ ભરત ઉપર સંહાર કરવા મુઠ્ઠી ઉગામી. બાહુબલીએ ઉઠાવેલી મુઠ્ઠી જોઈને દેવતા આકાશમાં વચ્ચે આવી ગયા. અને બાહુબલીને કહેવા લાગ્યા કે તમારી આ મુઠ્ઠીનો આઘાત સહન કરવા વાળો અહીંયા કોણ છે ? આપ જેવા પ્રમાણિક પુરુષ પણ પોતાના મોટા ભાઈઓને આવી રીતે મારશો તો મોટા ભાઈનું સન્માન કોણ કરશે ? મહારાજા ભરતે તમારી સાથે જો પણ વ્યવહાર કર્યો એને સાધકની જેમ માફ કરો. એને ભૂલી જાવો. 

                  દેવોના કહેવાથી બાહુબલીનો ક્રોધ શાંત થયો. અને ઉગાવેલી મુઠ્ઠીથી પોતાના માથાના વાળનું લોચન કર્યું. અને સાધુ બની ગયા. 

                  વિજયી બાહુબલીની મુનિ જોઈને ભરત પગમાં પડ્યા. પસ્તાવાથી કરતા રાજ્યનો ભાર સંભાળવાનું કહ્યું. આયુધશાળામાં ચક્ર ન આવાની મજબૂરી કહી. ક્ષમા યાચના કરીને પોતાના સ્થાને આવ્યા અને શાસનનું સંચાલન કરવા લાગ્યા. 

                    બાહુબલી મુનિના મનમાં વિચાર્યું કે જો હું ભગવાન આદિનાથ પાસે જઈશ તો મારા પહેલા દીક્ષિત નાના ભાઈઓને વંદન કરવું પડશે. સાધના વ્યક્તિની હોય છે એ વિચારીને ત્યાં વનમાં ધ્યાનસ્થ ઉભા રહ્યા. ખાવાનું પીવાનું તો છોડ્યું પણ તનની સંચળતાનો પરિત્યાગ કરીને મૂર્તિની જેમ અવિચલ ઉભા રહ્યા. શરીર પાતળું થઈ ગયું. પક્ષીઓએ ત્યાં માળખો બનાવી દીધું.  બાર મહિના થયા. 

                    ભગવાન આદિનાથે જ્યારે આ બધું જોયું ત્યારે બ્રાહ્મી અને સુંદરીને ત્યાં ઉપદેશ આપવા મોકલ્યા. બંને બહેનોએ ધીમા સ્વરે કહ્યું કે - ભાઈ આપ આ અહંકારના હાથી ઉપર સવાર છો. એની ઉપરથી નીચે ઉતરો. ત્યાં ઉપર કેવળજ્ઞાન થશે નહીં. બાહુબલી ચોંકી ગયા. પોતાની ભૂલનું ભાન થયું. પોતાના નાના ભાઈઓને વંદન કરવા જવાની ભાવના કરતા પગ ઉપાડતા તત્ક્ષણ કેવળજ્ઞાન  થયું. 

                 મહારાજ ચક્રવર્તી બનીને ઘણા લાંબા સમય સુધી ન્યાય નીતિ પૂર્વક રાજ્યનું સંચાલન કરતા રહ્યા. એક દિવસ વસ્ત્રાભૂષણોમાં સુસજ્જિત થઈને પોતાના રૂપને અરીસા ભુવનમાં જોવા ગયા. પોતાના વૈભવ ઉપર, અપ્રતિમ સૌંદર્ય પર હરખતાં હતા. એટલામાં એમનું ધ્યાન એક આંગળી ઉપર ગયું. આંગળી સુંદર લાગી રહી નહતી. જોયું તો ધ્યાનમાં આવ્યું કે એ આંગળી ઉપર અંગૂઠી પહેરવાનું ભૂલી ગયા હતા. તરત જ વિચાર બદલાયો, આ બધી સારી શોભા સુંદરતા બાહ્ય સામગ્રીથી છે. હું કેવી રીતે બેભાન રહ્યો, બાહ્ય સામગ્રીમાં જ મોહિત રહ્યો. એ ચિંતન કરતા કરતા એ અરીસા ભુવનમાં કેવળજ્ઞાન થયું. દેવતાઓ એ સાધુનો વેશ આપ્યો. અષ્ટાપદથી નિર્વાણ પામ્યા. 

સંકલન કર્તા-મુનિરાજ નયશેખર વિજયજી મ.સા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM