ડાંગ જિલ્લા ના મુખ્ય મથક આહવા ના સર્કિટ હાઉસ ખાતે ભાજપ પદાધિકારી ઓની બેઠક યોજાઈ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લા વિધાનસભા ચૂંટણી ના પ્રભારી રાજેન્દ્રસિંહ કુંવર, ધારાસભ્ય વિજય પટેલ ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ પદાધિકારી બેઠકમાં આઝાદીના 75 વર્ષ બાદ આદિવાસી પરિવારના દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ તરીકે નિમાયા છે, ત્યારે 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લા માટે ગર્વ લેવા જેવી વાત છે, જે અનુસંધાને આગામી 22 જુલાઈ એ ત્રણેય તાલુકાઓમા સ્વયંભુ આદિવાસી સમાજ ભેગા મળી અભિવાદન કાર્યક્રમ કરશે. આ બેઠક મા પાર્ટી પ્રમુખ દસરથભાઈ પવારે પાર્ટી ની આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો ની રૂપરેખા આપી હતી.ધારાસભ્ય વિજયભાઈ પટેલે દરેક કાર્યકર્તાઓને આગામી ચૂંટણી ની તૈયારીમાં લાગી જવા અપીલ કરી હતી.તેમજ દરેક બુથ માં નવા સદસ્યતા અભિયાન ચલાવી વધુ યુવાનો ,આગેવાનો ને પાર્ટીના વિકાસ માં જોડી પક્ષને મજબૂત બનાવવા ભાર મુક્યો હતો. આ બેઠકમાં મહામંત્રી રાજેશભાઇ ગામીત, કિશોરભાઈ ગાંવીત ત્રણેય તાલુકા મંડળ પ્રમુખ ,મહામંત્રીઓ,પ્રભારીઓ ,વિવિધ મોરચા ના પ્રમુખો,સંગઠન સદસ્યો પૂર્વ પાર્ટી પ્રમુખો ઘનશ્યામભાઈ પટેલ,રમેશભાઈ ચૌધરી, બાબુરાવ ચૌર્યા,સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *