વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ડાંગને ફળી

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૨ : ડાંગના આંગણે સતત પંદર પંદર દિવસોથી ભર વરસાદે ગામડાઓ ખૂંદીને ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ એ, ગુજરાતના વિસ વર્ષના વિકાસથી ગ્રામજનોને અવગત કરાવ્યા હતા, તો સાથે સાથે કરોડો રૂપિયાના વિકાસ કામો, અને યોજનાકિય લાભોથી પણ લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા.
તા. ૫ મી જુલાઈથી ડાંગ જિલ્લામા પ્રારંભાયેલી આ યાત્રાએ તા. ૨૦ મી સુધીમા જિલ્લા પંચાયતની કુલ-૧૮ બેઠકોમા સ્માવિષ્ટ ૯૮ થી વધુ ગામોને સાંકળી ૨૯ સ્થળોએ જાહેર કાર્યક્ર્મો કરીને, પ્રજાને ઘર આંગણે જ યોજનાકિય જાણકારી સાથે વિવિધ લાભો એનાયત કર્યા હતા.

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ ડાંગમા ભર ચોમાસે પણ તેના નિયત રૂટ ઉપર આગળ વધતી રહેલી આ યાત્રા ના સથવારે, કુલ રૂપિયા ૩ કરોડ, ૮૬ લાખ ૩૪૪ ના ૧૭૫ જેટલા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. જ્યારે જિલ્લાના ૩૦૯૮ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧ કરોડ, ૯૯ લાખ, ૪૯ હજાર ૬૧૫ ના વિવિધ યોજનાકિય લાભો પણ એનાયત કરાયા હતા. દરમિયાન ૨૯ જેટલા સ્થળોએ યોજાયેલા જાહેર કાર્યક્રમોમા ૯૬૪૪ ગ્રામીણજનો સહિત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ઉપરાંત ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, સ્થાનિક સરપંચો સહિતના હોદેદારો વિગેરેએ ઉપસ્થિત રહી, કાર્યક્રમોને લોકભોગ્ય બનાવ્યા હતા.
સમગ્ર યાત્રાના જિલ્લા ક્ક્ષાના નોડલ ઓફિસર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશીએ સેવા આપી હતી. જયારે તાલુકાના નોડલ ઓફિસર તરીકે સંબંધિત તાલુકા મામલતદારો, અને તાલુકા વિકાસ અધિકારીઓએ ફરજ બજાવી હતી. તો તેર જેટલા પ્રશાસનિક અધિકારી/કર્મચારીઓએ રથના લાયઝન અધિકારી તરીકે સેવા આપી હતી. સમગ્ર વિકાસ યાત્રાના કાર્યક્ર્મોનુ મોનીટરીંગ, સુપરવિઝન કરવા સાથે, ડેટા સંકલિત કરવાની કામગીરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિતે સંભાળી હતી.    
આમ, સમગ્ર યાત્રા દરમિયાન પ્રજાસનિક અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળીને પ્રજાજનોના ઘરઆંગણે પહોંચી વિકાસ કામો અને યોજનાઓની જાણકારી આપવા સાથે લાભાન્વિત કર્યા હતા. તો ગુજરાતના વિસ વર્ષના વિકાસ પ્રત્યે પ્રજાજનોનો વિશ્વાસ સંપાદિત કરવામા પણ તેમની ભૂમિકા અદા કરી હતી.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM