પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

ધર્મ કરતા પાપના પ્રતિ અરૂચિ ઉત્પન્ન થઇ રહી હોય તો સમજી લેજો કે જિનવાણી શ્રવણ સાર્થક થઇ રહ્યાં છે. મુનિ નયશેખર વિજયજી

પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,મુજ હૈયા માં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું,એવી ભાવના નિત્ય રહે . ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે;એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે. દીન ક્રૂર ન ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું;કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું, ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે;વેર ઝેરના ભાવ તજીને,મંગળ ગીતોને ગાવે દોસ્તી અને દુશ્મનીનું કારણ માનવનું મન જ હોય છે, મૈત્રીમાં સ્વાર્થ અને અપેક્ષા ઓની દુર્ગંધને પ્રવેશ ન હોય તો મૈત્રી તૂટવાની કે દુશ્મની સર્જાવાનો ભય રહેતો નથી.મૈત્રી એ મનની અમીરાત છે, જીવતરનું ઝવેરાત છે સ્વેચ્છાએ સ્વીકારેલું વ્રત છે, આપવાનો અવસર છે.’’મૈત્રી એ બારે માસ વરસનારો મેઘ છે, એને મોસમ સાથે કશી લેવા-દેવા નથી….મનમાં મધુરતા હોય ત્યાં સુધી મૈત્રીના ષષ્ટુપદો ગુંજારવ કરતા જ રહે છે….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *