
સોશિયલ એક્ટિવિટી ચેરિટેબલ ટ્રસ્ટનાં સહયોગથી બોરિજ ખાતે સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને સ્વરક્ષણ બાબતે તાલીમ આપી જાગૃત કરવાના લક્ષ્ય સાથે ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી, પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ તથા નેશનલ ચેમ્પિયન અને ૧૮ વર્ષના અનુભવી મિલાપ ટાટારિઆ દ્વારા માર્શલઆર્ટ્સની તાલીમ ખુબજ સરળ રીતે તમામ ભાઈઓ અને દિકરીઓને પ્રેક્ટિકલી બતાવી સાથે જાણકારી અને જરૂરી માર્ગદર્શન આપી તેમને જાગૃત કરી તાલીમ આપવામાં આવી રહી છે. સંસ્થાના ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને ડૉ. નિધિ લેકિનવાલાએ મિલાપ ટાટારિઆને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી સાથે મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ બન્યા પછી હજુ હું આગળ વધી શકું છું પણ માત્ર મારી પ્રગતિ હશે. મારે તો હવે વધુ ડિગ્રી મેળવવા કરતા ગાંધીનગરનાં તમામ ભાઇઓ, બહેનો અને દિકરીઓને માર્શલઆર્ટ્સની તાલીમ આપી વધુમાં વધુ તાલીમબદ્ધ કરવાની ઇચ્છા છે.
