ડીસાની જાણીતી ધી પીપલ્સ કો..ઓપ.. ક્રેડિટ સોસાયટી દ્વારા સમાજની વિધવા બહેનોને ભેટ ( કીટ ) વિતરણ કરવા માટે સમારંભ નું આયોજન મંડળી તરફથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં તા:૨૪/૦૭/૨૦૨૨ ને રવિવાર ના રોજ લાયન્સ હોલ ખાતે મુખ્ય મહેમાનો મા પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ અમદાવાદ શ્રી સોમાભાઈ.ડી.મોદી, તેમજ ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર, તેમજ શ્રી હસમુખભાઈ મોદી મહામંત્રી સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ અમદાવાદ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો માં ડો.રાજુલાબેન દેસાઈ, ડો.અવનીબેન આલ, તેમજ કમળાબેન મોઢ હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ માં ડો. જયેશભાઈ.બી.મોદી, મનોજભાઈ ઝવેરી, પ્રકાશભાઈ ભરતીયા, (માજી પ્રમુખ ડીસા ન.પા ) પંકજભાઈ મોદી, ઈશ્વરભાઈ કાનુડાવાળા, ( ડીસા મોદી સમાજના પ્રમુખ ) તેમજ ડીસા નગરપાલિકાના સદસ્ય જગદીશભાઈ પથ્થરવાલા ખાસ હાજર રહી સભાસદ વિધવા બહેનોને માર્ગદર્શન તેમજ પ્રાસંગીક પ્રવચન કરીને ભેટ ( કીટ ) નું વિતરણ કરવામાં આવ્યું હતું
ધી પીપલ્સ કો..ઓ.. ક્રેડિટ મંડળીના પ્રમુખ શ્રી શાંતિલાલ હેરૂવાળા, મંડળીની પ્રવૃત્તિ તેમજ મંડળીનું વિસ્તૃત માહિતી આપી હતી સહયોગ મંડળીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પંચીવાળા, અશોકભાઈ પાવાલા, અશોકભાઈ પંચીવાળા, કાન્તીલાલ કાનુડાવાળા વિગેરે હાજર રહી પ્રસંગને અનુરૂપ પ્રવચન આપેલ અને ડીસા આનંદ ગરબા મંડળની તમાંમ બહેનોને ડો રાજુલાબેન દેસાઈ દ્વારા તમામ બહેનો ને શાલ ઓઢાડી અને બહુચર માતાજીની છબી આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ 170 વિધવા બહેનોને કીટ આપવામાં આવી હતી ત્યાર બાદ ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો