મહેસાણા જિલ્લાના નાગરિકો ની સુખ અને સુવિધા માટે મોઢેરા રોડ ઉપર આવેલા એફ.સી.આઇ ગોડાઉનને શહેરની બહાર લઇ જવાની લોકસભામાં રજૂઆત કરતા કર્મઠ સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ

એફ.સી.આઇ શહેરની બહાર લઇ જવાથી નાગરિકોની સલામતી જળવાઈ રહેશે સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ.

હેસાણાના પ્રજાવત્સલ સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ જિલ્લાના નાગરિકોને સુખ,સુવિધા અને સલામતી મળે તે માટે હમેશાં કટિબદ્ધ રહ્યા છે. જિલ્લાના વિકાસ સાથે નાગરિકોના જાન અને માલને રક્ષણ મળે તેની વિશેષ ચિંતા સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા કરાઈ છે. સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા લોકસભા ના રૂલ નંબર 377 નીચે લોકસભામાં રજૂઆત કરવામાં આવી. મોઢેરા રોડ ઉપર આવેલ એફ.સી.આઇ ગોડાઉન શહેરની બહાર ખુલ્લી જગ્યામાં ખસેડવાની કરી રજૂઆત. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાનો બુલેટ ગતિ થી થઇ રહેલ વિકાસના કારણે એફસીઆઇ ગોડાઉન શહેરની મધ્યે આવી ગયેલ છે. આ સ્થળની આજુબાજુ અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે અને હજારો લોકો વસવાટ કરે છે. ગોડાઉન ને કારણે આ સ્થળ પર વારંવાર ટ્રકની લાંબી લાઈનો લાગે છે જેનાથી અકસ્માત થવાની ચિંતા સેવાઇ રહી છે તેમ જણાવી આ ગોડાઉન અન્ય સ્થળે ખસેડવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ સ્થળ અન્ય સ્થળે ખસેડવાથી એફ.સી.આઇ ગોડાઉનમાં આવતી ટ્રકોને પણ સરળતા રહેશે, કામગીરી ઝડપથી પૂર્ણ થશે અને મોઢેરા રોડ ઉપર થતા ટ્રાફિકમાં પણ લોકોને રાહત મળશે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM