આણંદ જિલ્લા પોલીસ વડા અને ટાઉન પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કામગીરી.

આણંદમાં દશામાની મૂર્તિમાંથી ઘી નો ચમત્કાર તુત સાબિત કરતું વિજ્ઞાન જાથા

– દશામાની સાંઢણીના મુખમાં ઘી નીકળવાની ઘટના માનવ સર્જિત સાબિત.
– દશામાની મૂર્તિઓનું વેચાણ વધે તે માટે ચમત્કાર ઉભો કરવામાં આવ્યો.
– કરિયાણાની દુકાનમાંથી વનસ્પતિ ઘી મંગાવી મૂર્તિમાં ગોઠવી દેતા ભાંડાફોડ.
– ભુવો અને ચેલકીની મદદથી ચમત્કારનું સર્જન થયું.
– વિજ્ઞાન જાથાનો ૧ર૦૮ મો સફળ પર્દાફાશ.

આણંદ સ્ટેશન રોડ ઉપર આવેલ રોશન પ્લાઝા – વાઘેલા બુટ હાઉસમાં દશામાની મૂર્તિઓનું વેંચાણ કરતી વખતે સાંઢણીની આંખ, જીભમાંથી ઘી પ્નવાહ નીકળતા ચમત્કારની અફવામાં માનવ સર્જિત સાથે મૂર્તિઓનું વેચાણ વધી જાય તે માટે તર્કટ ઉભું કરનાર ભુવા આકાશબાપુ મનહરભાઈ ચાવડા અને ચેલકી મલિકા નારણ વાઘેલાએ જાતે ડીંડક કર્યાનું ખુલતા બંનેએ ભારત જન વિજ્ઞાન જાથા સમક્ષ માફી માંગી, ભુલ કબુલી લેતા મામલો થાળે પડયો હતો. આણંદ જિલ્લા એસ.પી. અને ટાઉન પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કામગીરી જાેવા મળી હતી. જાથાએ ૧ર૦૮ મો સફળ પર્દાફાશ કરતાં ઘી નો ચમત્કાર તુત, બોગસ સાબિત થયો હતો.
બનાવની વિગત પ્નમાણે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં રોશન પ્લાઝામાં વાઘેલા બુટ હાઉસમાં દશામાની મૂર્તિઓનું વેચાણ છેલ્લા ૧પ વર્ષથી કરવામાં આવે છે. બે વર્ષ પહેલા આજ દુકાનમાં મૂર્તિમાંથી કંકુ ખરવાની ઘટના પ્નકાશમાં આવી હતી. શ્રદ્ધાળુઓએ કૌતુક નિહાળ્યું હતું. મલિકા અને તેનો પતિ નારણ વાઘેલા બંને તહેવાર અનુસાર વેચાણ કરી રોજગારી મેળવે છે. ભુવા આકાશબાપુ મનહરભાઈ ચાવડા ગમે તે કારણોસર વેપારના સંબંધો અનુસાર સંપર્કમાં છે. બે વર્ષ પહેલા આકાશબાપુના ઘરે દશામાની મૂર્તિમાં ઘી નીકળવાની ઘટના પ્નકાશમાં આવી હતી પરંતુ પ્નચાર થયો ન હતો. આ વષ્ર્‌ો બે દિવસ પહેલા મલિકા વાઘેલાએ જાેયું તો દુકાનમાં દશામાની મૂર્તિની આંખ, જીભમાંથી ઘી નો પ્નવાહ માતાજીના પગ સુધી જાેવા મળ્યો. અગાઉ મૂર્તિમાંથી કંકુનો પ્નસાદ જાેનાર મલિકાને આશ્ચર્ય થયું બધાને વાત કરી વાયુવેગે વાત પ્નસરતા શ્રદ્ધાળુઓ જાેવા આવવા લાગ્યા. પ્નચાર માધ્યમોએ અહેવાલ પણ પ્નગટ કરી દીધો. દશામાના ભકે આવવા લાગ્યા સાથે મૂર્તિની ખરીદી પણ કરવા લાગ્યા. ભુવાની ચેલકી મલિકાની વાકચાર્તુય કામ કરી ગઈ પરંતુ આગળના રોડ ઉપર દુકાન ધારકે જાથાના કાર્યાલયે સઘળી વાત કરી ચમત્કારીક સંબંધી માહિતી આપી. માહિતી આપનારે લોકોને મુર્ખ બનાવે છે વેપાર વધારવા તર્કટ કરેલું છે, યુવાન ભુવો આકાશબાપુ યેનકેન જાેડાયેલો છે તેવી વાત મુકી દીધી. શુક્રવારે દશામાનું વ્રત શરૂ થાય છે તે પહેલા સત્ય હકિકત લોકો સમક્ષ મુકવા જાગૃતોએ વાત કરી ચાોંકાવનારી ખાનગી માહિતી આપી દીધી.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ મૂર્તિમાંથી ઘી ના ચમત્કાર માટે સ્થાનિક કાર્યકરને મોકલી તલસ્પર્શી અભ્યાસ કરવા મોકલ્યો. તેમાં દશામાની મૂર્તિ, આસ્થા, શ્રદ્ધા સાથે ખિલવાડ કરનારું કૃત્ય છે તે સંબંધી વાતમાં સાંઢણીની આંખ, જીભમાંથી આ પ્નકારે વનસ્પતિ ઘી ના નાના કદના ટુકડા આંખ અને જીભમાંથી કદી નીકળે નહિ. ઘી પ્નવાહી તરીકે નીકળ્યું જ નથી. માતાજીના પગ વિરૂદ્ધ પણ ઘી ગોઠવેલું જાેવા મળેલ હતું જે માનવ સર્જિત લાગે છે. ઘી નો પ્નવાહ નીકળે તેની વિરૂદ્ધ ઘી મુકવામાં આવ્યું હતું. ઘી માં લોટ જેવું મિશ્રણ કરેલ હોય તેવું લાગતું હતું. બનાવટી, તર્કટ ઉભું કરી લોકોને ગુમરાહ કરનારું કૃત્ય છે તેવું જાેઈને જાથાની માહિતી આપી હતી. ઠોસ પુરાવા એકઠા થઈ ગયા. ચમત્કાર જેવું કશું જ નથી. મૂર્તિમાંથી ઘી નીકળેલ નથી. માત્ર ને માત્ર ઘી જામેલું મુકવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ તારણ આપી દીધું. ભુવા આકાશબાપુનો રંગીન મિજાજની પણ વાત મુકી દીધી. અગાઉ તેના ઘરે પણ આ પ્નકારનું ગતકડું ઉભું કરવામાં આવ્યું હતું પરંતુ પ્નચાર થયો ન હતો. જાથાને જાેઈતા હતા તેટલા પુરાવા આપી દીધા.
જાથાના ચેરમેન જયંત પંડયાએ આણંદ જિલ્લા એસ.પી. ને ઈ–મેઈલથી સમગ્ર ઘટનાની સંક્ષિપ્ત હકિકત મુકી જાથાની ટીમને પોલીસ બંદોબસ્ત, રક્ષણની માંગણી કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાએ જરૂરી સુચના ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વાય. આર. ચૌહાણને આપી દીધી. સફળતાની શરૂઆત થઈ હતી.
જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ ભક્બિેન રાજગોર, ભાનુબેન ગોહીલ, રોમિત રાજદેવ, વિનોદભાઈ વામજા, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ રાજકોટથી આણંદ જવા રવાના થયા ત્યાં પો.ઈન્સ. ચૌહાણે બંદોબસ્ત માટે પી.એસ.આઈ. આર. સી. નાગોલ, એ.એસ.આઈ. સરલાબેન નાનજીભાઈ, પો.કોન્સ્ટે. દેવીકાબેન ભગવાનભાઈ, પો.કોન્સ્ટે. મહેન્દ્રસિંહ રાવજીભાઈ, પો.કોન્સ્ટે. સુરાભાઈ માયાભાઈને જાથા માટે ફાળવી દીધા. દશમાની મૂર્તિ વેચાણ સ્થળે ખાનગી પહેરવેશમાં જવાનું નક્કી થયું.
જાથાના ચેરમેન જયંત પંડયા, સાથી કાર્યકરો, પોલીસ સ્ટાફ વાઘેલા બુટ હાઉસમાં ધસી ગયા. સૌ પ્નથમ વાઘેલા દંપતિને જાથાનો સઘળો પરિચય આપ્યો. ભારતભરમાં આ પ્નકારના ચમત્કારોની જાત માહિતી મેળવી સત્યનું ઉજાગરનું કામ કરવામાં આવે છે. સૌ પ્નથમ નારણભાઈ વાઘેલા પરિસ્થિતિ પામી ગયા તુરંત જાથાને શરણે આવી માફી માંગી ભુલ થઈ ગઈ છે. આકાશબાપુના કહેવાથી ચમત્કાર ઉભો કરવામાં આવ્યો છે તેવું કથન આપી દીધું. હાથ જાેડી વારંવાર માફી માંગવા લાગ્યા, પરંતુ મલિકા વાઘેલાએ શરૂઆતમાં મચક આપી નહિ. અમે જાેયું ત્યારે મૂર્તિમાંથી ઘી નીકળેલું પડયું હતુ. સાફ ઈન્કાર કર્યો. આકાશબાપુનું નામ ધરી દીધું. મલિકાની નાની દિકરીએ પ્નારંભથી અંત સુધી રડવાનું ચાલુ રાખ્યું. માહિતી સ્તોત્રમાં વારંવાર અવરોધ ઉભો થતો હતો. અંતે માફી માંગી જાહેરમાં કબુલાત આપી દીધી હતી. ઘી નીકળવાની ઘટના માત્ર અફવા છે તેવું જાહેર કર્યું. એક તબક્કે રડવા લાગી હતી. મૂર્તિનો ચમત્કાર દંપતિને ભારે પડયો હતો. આકાશબાપુને બોલાવવાનું નક્કી થયું.
એક તબક્કે પી.એસ.આઈ. આર.સી. નાગોલની કુનેહથી ભુવો આકાશબાપુ મૂર્તિ           સ્થળે હાજર થઈ ગયો. તુરંત પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. ભુવો પરિસ્થિતિ પામી તુરંત કબુલાત આપી દીધી. મારા ઘરે અગાઉ આ પ્નકારે સાંઢણીમાંથી ઘી નીકળ્યું હતું તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. માફી માંગવા તૈયાર થઈ ગયો. મલિકા વાઘેલાએ મારા ઉપર ખોટો આરોપ મુકયો છે તેનો રોષ વ્યક્‌ કર્યો. જાહેરમાં ભુલ બદલ માફી માંગી લીધેલ. મોડી રાત થઈ ગઈ હોય ભુવાની ચેલકી મહિલાને પોલીસ સ્ટેશને રૂબરૂ ન બોલાવવાનું નક્કી થયું.
જાથાના જયંત પંડયા લોકોને જણાવે છે કે આણંદમાં મૂર્તિમાંથી ઘી નીકળવાની ઘટના માનવ સર્જિત સાબિત થઈ છે. મૂર્તિનું વેચાણ વધારવા તર્કટ રચ્યું હતું. વનસ્પતિ ઘી જે દુકાનેથી લેવામાં આવ્યું હતું તેની માહિતી મળી જતા દંપતિએ માફી માંગી લીધી હતી. મૂર્તિમાંથી              નીકળેલું ઘી વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું હતું. આંખ, જીભમાંથી ઘી પ્નવાહી તરીકે નીકળ્યું ન હતું. જામેલું ઘી કઈ રીતે નીકળે તેવો પ્નશ્ન ઉભો થયો હતો. મૂર્તિ નક્કર આકારની હતી તેમાં કોઈ જગ્યા ન હતી. તેથી આ પ્નકારનો ચમત્કાર શકય નથી. માત્ર માનવ સર્જિત હોય આવી અફવાઓથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. દશામાની મૂર્તિના વેચાણમાં આવી ચમત્કારીક ઘટના બનાવી જે કોઈ તર્કટ રચે તેને બોધપાઠ આપવો તે શ્રદ્ધાળુનું કામ છે. જાથાએ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી નક્કર મૂર્તિમાં આ પ્નકારની ઘટના બને નહિ તે સાબિત કરી આપ્યું હતું.
જાથાની આ પર્દાફાશની કામગીરીમાં રોમિત રાજદેવ, વિનોદ વામજા, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ તેમજ સ્થાનિક કાર્યકરોએ ભાગ લીધો હતો. પોલીસ કર્મીઓમાં પી.એસ.આઈ. આર.સી. નાગોલ, એ.એસ.આઈ. સરલાબેન નાનજીભાઈ, પો.કોન્સ્ટે. દેવીકાબેન ભગવાનભાઈ, પો.કોન્સ્ટે. મહેન્દ્રસિંહ રાવજીભાઈ, પો.કોન્સ્ટે. સુરાભાઈ માયાભાઈ જાેડાયા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM