વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમ માં 12 પ્રશ્નો રજૂ થયા

તાલુકા સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી પ્રણવ વિઠાણી ના પ્રમુખ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મામલદાર મનસુખલાલ વસાવા તથા નાયબ મામલતદારોપિયુષ પટેલ ભાવિનભાઈ .નાગરભાઈ (પ્રાંત) તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગામીત કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક bank of baroda અધિકારી .એસ ટી ડેપોના મેનેજર. બીલીમોરા મુકેશભાઈ રાઠોડ તથા કારકુન ઉમેશભાઈ તથા તેજલ પટેલ તેમજ અરજદારો ભુપેન્દ્ર પટેલ હરીશભાઈ પટેલ તથા અન્ય ગંગાસ્વરૂપ બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં 9 જેટલા બહેનોને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના નાતમામ અરજીઓ મંજુર કરેલ તે અરજદારોને આપવામાં આવી હતી સાથે એક રૂપવેલ ખાતેની જમીન બાબતમાં ખેડૂતોની ફરિયાદ ને પ્રાંત અધિકારી શ્રીએ શાંતિપૂર્વક સાંભળી દિવસ 15માં નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી અરજ દાર ભુપેન્દ્ર પી પટેલ બીલીમોરા વઘઈ ફ્લાઈંગરાણી ટ્રેન સાથે બસ કનેક્ટ શરૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવતા બસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ અન્ય પ્રશ્નોમાં ભુપેન્દ્ર પટેલની રજૂઆત એવી હતી કે વાંસદા તાલુકામાં આવેલ સરકારી બેંકો તેમાં સહકારી બેંકો માંથી લોન બાબતે અસંતોષ હતો તે ચર્ચામાં લેવામાં આવેલ એ બાબતે નવસારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી મારફત અરજદારોની લોન આપવા બાબતનો ઓર્ડરો જે તાલુકાની તમામ બેન્કો ને આપવામા આવેલ તેનો અમલ કરવામાં ન આવતા અરજદારોની ફરિયાદના આધારે તપાસ કરતા જાણવા મળેલ બેંકો નાની નાની લોનો આપવામાં આનાકાની કરતા હોય તે બાબતે લેખિતમાં ફરિયાદ ભુપેન્દ્ર પટેલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આપેલ જે બાબતે ફક્ત બેંક ઓફ બરોડા નાજ અધિકારી હાજર રહેલ બાકી અન્ય બેન્કોના અધિકારીઓ હાજર રહ્યા ન હતા જેની નોંધ લેવામાં આવી હતી એકંદરે તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ પ્રાંત અધિકારી શ્રી એ આપતા અરજદારો એ સંતોષ વ્યક્ત કર્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM