

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે ડાંગ જિલ્લામાં પણ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.15 જુલાઇ 2022
થી 72 દિવસ માટે કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તા.29 જુલાઈ 2022 થી તા 31 જુલાઈ 2022 દરમિયાન કોવિડ વેક્સિનેશન મહા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતુ. આ ઝુંબેસમા વધુમા વધુ 18 વર્ષથી વધારે વય જૂથના લક્ષિત લાભાર્થીઓને કોવિડ રસીકરણ હેઠળ આવરી લેવા ડાંગ જિલ્લા લાયઝન ઓફિસરશ્રી ના વડપણ હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્યના પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રીઓ સાથે પ્રેઝન્ટેશનના માધ્યમથી કોવિડ રસીકરણ કામગીરીનું રીવ્યુ કરી બાકી રહેલી કામગીરીને પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ પ્રંસગે કોવિડ રસીકરણની કામગીરી સુદ્રઢ અને સુનિશ્ચિત કરવા જિલ્લા લાઇસન ઓફિસરશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિત જિલ્લા ડાંગની રૂબરૂ મુલાકાત કરી હતી તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર હિમાંશુ ગામિત એક અખબારી યાદીમાં જણાવેલ હતું.

