રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જુના ઘાંટીલા ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માળિયાના જુના ઘાંટીલા ગામે શક્તિ યુવા ગૃપ દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા માળીયાના જુના ઘાંટિલા ગામ ખાતેના દુધેશ્વર મહાદેવ મંદિર શક્તિ યુવા ગૃપ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પ્રેરક રીતે ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રીએ શ્રાવણના પ્રથમ સોમવારે શંકર ભગવાનના ચરણોમાં શીશ જુકાવી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં સહકારી અગ્રણીશ્રી મગનભાઈ વડાવીયા, શક્તિ યુવા ગૃપના સંયોજકશ્રી નિકુંજભાઈ વીડજા, જુના ઘાંટીલા ગામના સરપંચશ્રી ઉમેશભાઈ જાકાસણીયા, અગ્રણી સર્વશ્રી કેતનભાઇ વિડજા, અમુભાઈ વિડજા, સુભાષભાઈ પડસુંબીયા, સવજીભાઈ કેરાલીયા સહિત ઘાંટીલાના ગ્રામજનો તેમજ આસપાસના ગામમાંથી આવેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંત્રીશ્રીએ ગામના અગ્રણીશ્રી સાગરભાઇ વિડજાના પિતાશ્રીનું નિધન થતા તેમના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *