મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રાના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ તેમજ અન્ય બાબતોની સમીક્ષા બેઠક યોજાઇ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ, કોરોના, રસીકરણ તેમજ જિલ્લાની અન્ય મહત્વની બાબતોની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ તકે સચિવશ્રીએ જિલ્લા દ્વારા હર ઘર તિરંગા અન્વયે કરવામાં આવેલા આયોજન વિશે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કોરોના અન્વયે રસીકરણ, જિલ્લાનું આરોગ્ય માળખું અને તૈયારીઓ, SDG અંતર્ગત જિલ્લાની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ અને ઇશિતાબેન મેર, પશુપાલન નિયામકશ્રી કટારા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સંદીપસિંહ ઝાલા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *