વિજ્ઞાન જાથાએ દેશ–વિદેશમાં લોકચાહના મેળવી છે… ડે. મેયર દર્શિતા શાહ

”દેશમાં જનજાગૃતિ માટે વેબ સીરીઝનો પ્નારંભ કરતું વિજ્ઞાન જાથા”

– સત્ય ઘટના આધારિત કથાવસ્તુનું પાત્રો દ્વારા અભિવ્યકિ્ થશે.
– ધતિંગબાજોના પર્દાફાશમાંથી જાગૃતિ કેળવવાનો પ્નયાસ કરવામાં આવશે.
– રાજયના જિલ્લા મથકોએ કલાકારોનું શૂટીંગ થશે.
– નવાંગતુક કલાકારોને તક આપવામાં આવશે.
– રાજકોટમાં વેબ સીરીઝ, શોર્ટ ફિલ્મના શુભાશંભમાં સદસ્યો જોડાયા.
– વિજ્ઞાન કેલેન્ડરનું વિતરણ થયું.

દેશ–વિદેશમાં લોકચાહના મેળવનાર ભારત જન વિજ્ઞાન જાથાએ વેબ સીરીઝ – શોર્ટ ફિલ્મમાં ઝંપલાવી રાજકોટ ખાતે હોટલમાં શુભારંભ કર્યો હતો. રાજયના જિલ્લા મથકોએ નવાંગતુક કલાકારોને તક આપી શૂટીંગ કરવામાં આવશે. સત્ય ઘટના આધારિત પર્દાફાશની કથાવસ્તુ ઉપર અંધશ્રદ્ધા સામે જાગૃતિ આવે તેવા હેતુથી લોકચળવળ ઉભી કરવામાં આવશે. પસંદગીપાત્ર સદસ્યોને બોલાવવામાં આવ્યા હતા.


દેશભરમાં જનજાગૃતિ કેળવવાના હેતુથી વેબ સીરીઝનું ઉદ્દઘાટન મહાનગરપાલિકાના ડે. મેયર દર્શિતાબેન શાહે દિપ પ્નાગ્ટય કરી ઉદ્દઘાટન કરતા જણાવ્યું હતું કે હું વ્યવસાયે ડોકટર હોવાના કારણે વિજ્ઞાન તરફ રૂચિ હોય તે સ્વાભાવિક છે. જાથાની પ્નવૃત્તિ સમાજ માટે ઉપયોગી સાથે લોકોને જોડવાની, બંધુત્વની ભાવના સર્વોત્તમ છે. વિજ્ઞાન પ્નચાર–પ્નસાર સાથે અંધશ્રદ્ધા નિવારણનું કાર્ય મીશનથી કરે છે તેની પ્નશંસા કરું છું. વિપરીત પરિસ્થિતિમાં સતત કામ કરવું તે પ્નશંસાને પાત્ર છે. જાથાની ટીમ હંમેશા સકારાત્મક કાર્ય કરે છે તેથી તંત્ર હરહંમેશ મદદ કરે છે. દેશનો મોટાભાગનો સમુહ જાથાની પ્નવૃત્તિથી પ્નભાવિત છે. જાથાની વેબ સીરીઝના પ્નારંભમાં મને બોલાવી તે યાદગાર રહેશે. જયંત પંડયા તરફ આદરમાં તેના કાર્યોને બિરદાવું છું તેમણે સદસ્યોને વિજ્ઞાન કેલેન્ડરનું વિતરણ કર્યું હતું.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ વેબ સીરીઝના ઉદ્દઘાટન પ્નસંગે એપિસોડમાં સત્ય ઘટના આધારિત કથાવસ્તુ મુકવામાં આવશે તેમાં અંધશ્રદ્ધાને દેશવટો આપવા સંબંધી સંદેશો મુકવામાં આવશે. અત્યાર સુધીમાં ૧ર૦૮ પર્દાફાશમાંથી એકસો કથાવસ્તુની પસંદગી કરવામાં આવી છે તેના ઉપર છેતરપિંડી કરનારાઓની પોલખોલ કરવામાં આવશે. વાસ્તવિક ચિતાર રજૂ કરવામાં આવશે. સૌ પ્નથમ સંતાન પ્નાપ્તિમાં મહિલાનું શોષણ કરનાર મહિકાના શખ્સની વિકૃત હરકતનો એપિસોડ ઓગસ્ટ અંતમાં મુકવામાંઆવશે. સમાજમાં લાલબત્તી સમાન કિસ્સા ઉપર જાગૃતિ કેળવવાનો માત્ર હેતુ છે. અત્યાર સુધીમાં એકપણ વ્યકિ્, જ્ઞાતિ, કોમ, ધર્મ સંસ્થાની લાગણી દુભાવવામાં આવી નથી. દેશભરમાં પશુ–પક્ષી બલી અટકાવવાની ઝુંબેશમાં માત્ર એક–બે જ્ઞાતિ નારાજ હોય તે સ્વાભાવિક છે. તે સમાજમાં પણ સામાજિક ક્રાંતિ આવી છે તેનો આનંદ છે. સદસ્યોને તાલિમ આપી અભિનયમાં જોડાવવામાં આવશે. તમામ જિલ્લા મથકે શૂટીંગ કરી નવાંગતુક કલાકારોને તક આપવામાં આવશે. તેની નામાવલિ તૈયાર કરવામાં આવી છે. ર૦ મિનિટની સમય મર્યાદામાં એપિસોડ બનાવવામાંઆવશે. જાથાના એપિસોડમાં જોડાવા ઈચ્છુકોની યાદી બનાવવામાં આવશે. પ્નારંભમાં બે એપિસોડમાં વિડીયોગ્રાફર રોમિત રાજદેવને જવાબદારી સોંપવામાં આવી છે. હાજર પસંદગીપાત્ર સદસ્યોને વિજ્ઞાન કેલેન્ડર આપવામાં આવ્યું હતું. આગામી સદસ્યો માટે અધિવેશના જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ–અમદાવાદ ખાતે અધિવેશન યોજાશે. ઉદ્યોગપતિ કિશોર હાપલીયાએ જાથાને તમામ મદદની ખાત્રી આપી શુભેચ્છા પાઠવી હતી.


જાથાના જયંત પંડયાએ જનજાગૃતિના કાર્યક્રમો સોળ શાખાઓની મદદથી દશ હજારથી વધુ અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. વર્ષ ૧૯૯ર થી ૧૯૯૭ ના ગાળામાં મહત્તમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિજ્ઞાન રથ, શાળા–મહાશાળાઓ દિવસમાં ત્રણ થી ચાર કાર્યક્રમો યોજવામાં આવતા હતા. સરકારી તંત્રે જાથાને સર્વોત્તમ સહકાર આપી વ્યવસ્થા ગોઠવી હતી જે યાદગાર છે. ર૮૦૦ થી વધુ ધૂણતા–સવારી આવતાને મેડીકલ સારવાર તેમજ સમજાવટથી બંધ કરાવ્યા હતા. ખોટી રીતે ધૂણતા–સવારીનું નાટક કરનારાઓનો આંકડો મોટો છે. એક હજાર બસ્સોથી વધુ દોરા–ધાગા, મંત્ર–તંત્ર, ચમત્કારના નામે કપટલીલા કરનારાઓને જનહિતાયે ખુલ્લા કરવામાં આવ્યા છે. જાથા ઉપર એકપણ કેઈસ નથી તેમાં તટસ્થ કામગીરી કારણભૂત છે. રાજય–કેન્દ્ર સરકારે હરહંમેશ મદદ કરી છે તેની જાહેરમાં વિગત આપવામાં આવી હતી. જાથા ઉપર આજ દિન સુધી જાતિવાદ, જ્ઞાતિવાદ કે કોમવાદ સંબંધી એકપણ આરોપ સમજુ વર્ગ કે વ્યકિ્એ મુકયો નથી. તેમાં જાથાની નિષ્ઠા કારણભૂત છે. વિપરીત પરિસ્થિતિ કામ કરવું તે ટેવ પડી ગઈ છે. વિજ્ઞાન ઉપલબ્ધીઓનો ડગલે ને પગલે ઉપભોગ કરનારા જાથાની પ્નવૃત્તિઓ સાથે કાયમ જોડાયેલો છે, દેશભરના અખબારો, ન્યુઝ પ્નિન્ટ, ઈલેકટ્રોનિકસ મીડિયાએ જાથાના કાર્યોને બિરદાવેલ છે તેના કારણે દેશની સીમાની બહાર મોટો ચાહક વર્ગ છે તેમાં જાથાના સદસ્યોની એકતા કારણભૂત છે. સદસ્યોને પોતાના પાત્રનો અભિનયમાં નિપુણતા માટેની વાત કરી હતી.
જાથાની વેબ સીરીઝ સદસ્યો માટે હોટલ સહિત ખર્ચ રવિ ટેકનો ફોર્જના માલિક અમુભાઈ ભારદીયાએ ઉઠાવ્યો હતો. સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. સફળતા માટે અભિનંદનનો સંદેશો પાઠવ્યો હતો.
રાજકોટની નામાંકિત હોટલમાં શુભારંભમાં ઉમેશ રાવ, દિનેશ હુંબલ, નર્મળિ મેત્રા, નર્ભયિ જોશી, નાથાભાઈ પીપળીયા, પ્નમોદ પંડયા, મનસુખભાઈ ગોહિલ, રાજુભાઈ સોજીત્રા, ગુલાબિંહ ચૌહાણ, કિશોર હાપલીયા, રામભાઈ આહિર, હરેશ ભટ્ટ, અંકલેશ ગોહિલ, તુષાર રાવ, દેવેષ ભટ્ટ, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, રવિ સાકરીયા, હર્ષાબેન પંડયા વકીલ, ભાવનાબેન વાઘેલા, ભકિ્ રાજગોર, પ્નફુલ્લાબેન રાવ, નમ્રતાબેન કોટક, ભાનુબેન ગોહિલ, હિના કોટકએ હાજરી આપી હતી.
જાથાના ઉપપ્નમુખ નાથાભાઈ પીપળીયાએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને આભારવિધિ સહમંત્રી પ્નમોદભાઈ પંડયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મિમિક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવે કર્યું હતું. માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *