લંપીગ્રસ્ત કચ્છ જિલ્લામાં બનાસડેરી ની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ સરાહનીયા કામગીરી.                     

શ્રીમાન હિતેશભાઈ ખંડોર ના આગ્રહ પ્રમાણે બનાસડેરીની બંને ટીમ લંપી આઈસોલેશન વોર્ડમાં હાજર

લંપી વાયરસ વિશેની જાણ બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને થતા તેઓએ બનાસ ડેરીના D.H  વિભાગને જાણ કરી તાત્કાલિક ધોરણે બે ટીમ જમા ડો. કેતનકુમાર જગુભાઈ દેસાઈ, ડો. પંકજકુમાર કાંતિલાલ પટેલ તથા એનિમલ હેલ્થ કો ઓર્ડીનેટર શ્રી સોલંકી નિકુંજકુમાર મહેશભાઈ, શ્રી રાઠોડ અજયભાઈ ગોવિંદભાઈ અને ગાડીના બે ડ્રાઇવર મિત્રો શ્રી નરેશભાઈ પ્રજાપતિ, શ્રી વિજયસિંહ રાજપૂત આમ બંને ટીમો તાત્કાલિક ધોરણે જરૂરી એલોપેથિક દવા અને બનાસડેરીની તરગથ્થુ હર્બન દવા એવી બનાસશીતળ (2,000 પેકેટ) બનાસ લંપી મલમ (1,000) બનાશક્તિ વર્ધન પાઉડર (2000) સાથે તારીખ 27-7-2022 ના બુધવારે બંને ટીમો ભુજ તરફ રવાના થઈ. લગભગ રાત્રે 9:30 કલાકે બંને ટીમો ભુજ પહોંચતા ની સાથે પશુ ચિકિત્સક અધિકારી શ્રી ડો.કુલદીપભાઈ છાટપર ને મળી અને ત્યાં તેઓની મુલાકાત શ્રીમાન હિતેશભાઈ ખંડોર સાહેબ સાથે થઈ અને તે એમણે લંપી વાયરસ વિશે તેઓને માહિતીગાર કર્યા

                બીજા દિવસે તારીખ 28-7-2022 ગુરુવારના રોજ બનાસડેરીની બંને ટીમો ભુજ સ્થિત પશુ દવાખાનામાં જઈ ડોક્ટર કુલદીપભાઈ સાહેબને મળી અને ત્યાંથી લંપી રોગની રસી મેળવી બંને ટીમો ગડા (ભુજ) ગામે પહોંચે ત્યાં બીજદાન કર્મચારી શ્રી રબારી કરમશીભાઈ ની સાથે મળીને તે ગામમાં ટોટલ 146 જેટલી ગાયોનો રસીકરણ તેમજ ઘણી બીમાર ગાયોની સારવાર કરી તેમજ બનાસડેરીની ઘરગથ્થુ હર્બલ દવા કેવી રીતે બનાવવી તેમજ કેવી રીતે ઉપયોગ કરવી એનો ડેમો કર્યો ત્યારબાદ પુરાસર (ભુજ) ગામમાં જઈ મંત્રી શ્રી હરેશભાઈ રવજીભાઈ સોનારાને મળી 111 ગાયોની રસીકરણ અને લંપી બીમારી વાળી ગાયોની સારવાર કરી ત્યારબાદ બંને ટીમો ભુજ પરત ફરી.

                    ત્રીજો દિવસ તારીખ 29-7-2022 શુક્રવારના રોજ બંને ટીમો માંથી એક ટીમ ઝુરા (ભુજ) ગામમાં બંને બીજી ટીમ કાળીતલાવડી (ભુજ) ગામ રવાના થઈ. ઝૂરા ગામના સરપંચ શ્રી તુષારભાઈ ભાનુશાલી સાથે સંપર્ક કરી ત્યાં અગાઉ થઈ ગયેલ રસીકરણ સિવાય અંદાજિત 24 જેટલી ગાયોનું રસીકરણ અને 57 ગાયોનું હર્બલ તેમજ એલોપેથિક સારવાર કરી. આ ગામના APMC ડિરેક્ટર શ્રી જયેશભાઈ ભાનુશાલી મળ્યા જેમણે બનાસડેરીની કામગીરી તેમજ બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માન્યો અને બીજી ટીમ કાળીતલાવડી ગામમાં બીજદાન કર્મચારી શ્રી દિનેશભાઈ ચપરાડીને મળી અને ત્યાં ગૌશાળામાં ટોટલ 300 જેટલી ગાયો માંથી અંદાજિત એવી 160 જેટલી તંદુરસ્ત ગાયોનો રસીકરણ તેમજ 60 જેટલી ગાયોની હર્બલ સારવાર કરી ને રાત્રિ ભુજ પરત ફર્યા

                ચોથો દિવસ તારીખ 30-7-2022 શનિવારના રોજ શ્રીમાન હિતેશભાઇ ખંડોર સાહેબ તેમજ ડો. કુલદીપભાઈના કહેવા પ્રમાણે ભુજ સ્થિત લંપી આઈ આઇસોલેશન બોર્ડમાં ખૂબ જ બીમારગ્રસ્ત એવી લગભગ 115 જેટલી ગાયોને એલોપેથિક તેમજ હર્બલ સંપૂર્ણ સારવાર આપી અને ત્યાં ગૌરક્ષક શ્રીમાન સચિનભાઈ ઠક્કરનો ખૂબજ સાથ અને સહકાર મળ્યો ત્યારબાદ બપોર પછી બંને ટીમો ગામ લોરીયા (ભુજ) મા શ્રીમાન પ્રતાપસિંહ જાડેજા ને ત્યાં મુલાકાત કરીને અસરગ્રસ્ત ગાયોની સારવાર કરી તથા હર્બલ દવાની જાણકારી આપી ત્યાંથી રાત્રે ભુજ તરફ બંને ટીમોએ ભુજ તરફ પ્રચાણ કર્યું

                      પાંચમો દિવસ તારીખ 31-7 -2022 રવિવારના રોજ બંને બનાસડેરીની ટીમ માધાપર ગામ સ્થિત બાલાજી મંદિરને (ખાક ચોક)માં મહંત શ્રીને મળી અને ત્યાંની ગૌશાળામાં બીમાર ગાયોને સારવાર આપી તેમજ હર્બલ દવાઓનું ડેમો કરી કઈ રીતે ઉપયોગ કરવી તે સમજાવ્યું. ત્યારબાદ લેઉઆ કણબી જ્ઞાતિની ચંદનવાડી ના ટ્રસ્ટી શ્રીમાન આર. સી પટેલ તેમજ ગૌરક્ષક દીપકભાઈ ભાનુશાલી ને મળી ત્યાંની બીમારગ્રસ્ત ગાયોની સારવાર કરી ત્યારબાદ ડો. કુલદીપભાઈના કહેવા મુજબ બંને ટીમ ભીરંડિયારા (ભુજ) ગામના જઇ સરપંચ મોહમદ ખાન રઇસ ને મળી ને ત્યાંની બીમારી ગાયોની સારવાર કરી

            છઠ્ઠો દિવસ તારીખ 1- 8 -2022 સોમવારના રોજ બનાસડેરીની ટીમ ગામ જટવાંઢ(ઝૂરા) પહોંચીને ત્યાં શ્રીમાન  દાઉદ મોહમદ રઈસ યુસુફને મળી ને બીમાર ગાયોની સારવાર તેમજ બનાસ હર્બલ દવાનું મહત્વ સમજાવ્યુ અને હર્બલ દવાનો વિતરણ કર્યું ત્યારબાદ ફરીથી ભુજ સ્થિત લંપી આઇસોલેશન વોર્ડની મુલાકાત કરી અને નવીન બીમાર ગ્રસ્ત ગાયોની સંપૂર્ણ સારવાર કરી

                       સાતમો દિવસ તારીખ 2-8-2022 મંગળવારના રોજ શ્રીમાન હિતેશભાઈ ખંડોર ના આગ્રહ પ્રમાણે બનાસડેરીની બંને ટીમ લંપી આઈસોલેશન વોર્ડમાં હાજર થઈ અને ત્યાં તેમની મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી એવા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબ સાથે થઈ જ્યાં તેઓની સાથે બનાસડેરીની બંને ટીમ તેમજ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય સુ સુ  કામગીરી કરી રહી છે તેનાથી માહિતીગાર થયા.  તેઓ તે બનાસડેરીની ટીમ તેમજ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, D.H  વિભાગ તથા પશુપાલન ખાતાની કામગીરી તે ખૂબ જ પ્રભાવિત થયેલ. તદપરાંત સરકાર શ્રી તરફથી સંપૂર્ણ મદદ નું આશ્વાસન આપ્યુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *