
રિપોર્ટ-અજય ખત્રી- માંડવી-કચ્છ
શાળા અને કોલેજ ના યુવાનો કચ્છની કલા અને સંસ્કૃતિ થી પ્રેરીત થાય અને તેમના જીવનમાં આત્મનિર્ભર બંને તેવા શુદ્ધહેતુને લક્ષમાં રાખીને, શ્રી. આર. આર. લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિ મંડળ એલ. એલ. ડી. સી – અજરખપુર ની મુલાકાતે પહોંચ્યુ હતું
કચ્છ માં વસતા આહીર, રબારી, વણકર, જત તથા અન્ય સમાજો પોતાની કલા- કારીગીરી અને ભાતીગળ હેન્ડીક્રાફટ ની કલા થી દેશ અને વિદેશમાં જગ વિખ્યાત છે. આવા કારીગરો અને કલાકારો ના કલા પ્રદર્શન અને યુનીટો અજરખપુર ખાતે રાખવામાં આવેલ છે. એ કચ્છી કલા- કારીગરી અંગે સંસ્થાના શ્રી શિવમ ગજ્જર સાથે આ પ્રતિનિધિ મંડળ એ ચર્ચા વિચારણા અને વિચારવિમર્શ ની આપ-લે કરી હતી
શૈક્ષણિક મુલાકાત દરમ્યાન પ્રતિનિધિ મંડળ દિવગંત કાંતીકાકા, ચંદાકાકી તથા શ્રોફ પરિવારના યોગદાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા

કચ્છની શાળાઓ, કોલેજો તેમજ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ આવી સંસ્થાઓની મુલાકાત લઈ ત્યાં પ્રદર્શિતિ કચ્છની કળા અને સંસ્કૃતિ નિહાળી અને માહિતગાર થશે તો તેમના જીવનને આત્મનિર્ભર દિશામાં અગ્રેસર કરવા આવી મુલાકાતો ઉપયોગી થશે તેવું લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી. શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું.
આ પ્રતિનિધિ મંડળના અન્ય સદસ્યો માં ઉપપ્રમુખ શ્રી. જોરુભાભાઈ રાઠોડ, શ્રી. ઝવેરીલાલ સોનેજી, ડો. મહેન્દ્રભાઈ ઠક્કર, ટ્રેઝરર શ્રી. જગદીશભાઈ મહેતા, શ્રી ભુપેન્દ્રભાઈ મહેતા, શ્રી. જ્યોતિન્દ્રભાઈ ધોળકીયા, શ્રી.જયેશભાઇ અંતાણી, શ્રી. એ. કે શેખ, શ્રી. વી. સી. માંડલિઆ , અશોકભાઈ માંડલિઆ વિગેરે જોડાયા હતા
