જીવદયા અને સંવેદના સાથે સેવાયજ્ઞ માં લીન માંડવી ના યુવાન

માંડવી જી.ટી હાઈસ્કૂલ માં 1995 માં અભ્યાસ કરતા યુવાનો ના ગ્રુપે લમ્પી રોગ ના કપરા સમય માં ગૌવંશ ની વહારે આવી અનેકો યુવાનો ને પ્રેરણા રૂપ કામ કરી રહ્યા છે.પોતાની જવાબદારી સમજી માંડવી ના યુવા ગ્રુપ દ્વારા અઠવાડિયા ના બે દિવસ ગૌવંશ ની કાળજી લેવાઈ રહી છે. ભુસો ,ગોળ , વરિયાળી, હળદર નું મિશ્રણ કરી ગૌવંશ ને ડોકટરી સલાહ મુજબ દવા પણ આપવાનું સેવા કાર્ય આ યુવાનો કરી રહ્યા છે. શહેર ના આઝાદ ચોક,લાયજારોડ,રંગચુલી,જબલેશ્વર કોલોની,બાબાવાડી જેવા નગર ના વિસ્તારો માં સેવા આપાઈ હતી,આ વખતે નો ખર્ચ શ્રી શ્વેતામ્બર મુર્તિપુજક તપગચ્છ જૈન સંઘ ( માંડવી) દ્વારા અપાયો હતો.સમગ્ર યુવા ગ્રુપ દ્વારા શ્રી શ્વેતામ્બર મુર્તિપુજક તપગચ્છ જૈન સંઘ ( માંડવી) નો આભાર વ્યક્ત કરાયો હતો ગૌ સેવા માં નિલેશ ચાંપાનેરિયા, ચંદ્રેશ માલમ દર્શન ઓઝા, શેલેશ શાહ,નિર્મલ દોશી,મનોજ મામતોરા,જયેશ સોની,પ્રતીક શાહ, રવિ ભાઈ, અશોક ખારવા,નરેશ ગજરા,રાજીવ શાહ,અજય ખત્રી સહયોગી રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *