મહેસાણાના કર્મઠ અને જાગૃત સંસદસભ્યશ્રી શારદાબેન પટેલ દ્વારા રેલમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ ને મહેસાણા અને ઉત્તર ગુજરાત ના લોકોને વિવિધ ટ્રેન નો લાભ મળે તે માટે પત્ર લખવામાં આવ્યો

રિપોર્ટ… ડેવિડ પટેલ.

દર વર્ષે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર જાય છે. ગાડી નંબર 19031 યોગા એક્સપ્રેસમાં સ્લીપર કોચની સંખ્યા વધારવા કરી રજૂઆત. તથા 19565 ઉત્તરાંચલ એક્સપ્રેસ (ઓખા-હરિદ્વાર) ને અઠવાડિયામાં એક વખત ની જગ્યાએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત કે દરરોજ દોડાવવા રજૂઆત કરાઈ. ટ્રેન નંબર 09247 જન શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ થી કેવડિયા દરરોજ સવારે 7.55 વાગ્યે ઉપડે છે જેને વડનગર અથવા પાલનપુર સુધી લંબાવવાથી ઉત્તર ગુજરાતના લોકો વિશ્વ પ્રસિધ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર જેવા પ્રવાસન ને વેગ મળશે. હાલમાં મહેસાણા થી મુંબઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજસ્થાનથી ઉપડતી ટ્રેનોમાં મહેસાણાનો રિઝર્વેશન ક્વોટા નહિવત છે. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન નંબર 02932 એ ડબલ ડેકર સીટીંગ એસી ટ્રેન મહેસાણા સુધી લંબાવવાથી મહેસાણા ને સીધી મુંબઈ ની ટ્રેન મળશે.

ટ્રેન નંબર 09032 ઋષિકેશ થી અમદાવાદની છે. જે ખાલી રેક રાત્રે લોકશક્તિ ટ્રેન બાંદ્રા જાય છે. ઋષિકેશથી આવતી વખતે 3-4 સ્લીપર અને 1 એસી કમ્પાર્ટમેન્ટમાં મહેસાણા મૂકી દેવામાં આવે અને તેને મહેસાણા થી બાંદ્રા કરીને ભગત કી કોઠી-સાબરમતી ટ્રેન સાથે જોડીને લોકશક્તિમાં તેને ફરીથી જૂના રેક સાથે જોડીને બાંદ્રાને કનેક્ટિવિટી આપી શકાય.

ટ્રેન નંબર:19708 જયપુર થી બાંદ્રા મહેસાણા માટેનો તત્કાલ આરક્ષણ ક્વોટા, જે અગાઉ જયપુર-બાંદ્રા સમયે ચાલતો તત્કાલ આરક્ષણ ક્વોટા ફરીથી લાગુ કરવા જણાવવામાં આવ્યું.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ની જનતાને મહાકાલેશ્વર ના દર્શન માટે ટ્રેન નંબર 19310 (શાંતિ એક્સપ્રેસ) જે હાલ ગાંધીનગર થી ઉજ્જૈન જાય છે તેને વડનગર સુધી લંબાવવા પણ સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *