હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસામાં જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

અમિત ઉપાધ્યાય અરવલ્લી

રવલ્લી જિલ્લાના મોડાસામાં ધી મ.લા.ગાંધીઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પી.ટી. સાયન્સ કોલેજ,મોડાસામાં વિદ્યાર્થીઓએ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન હેઠળ જાગૃતિ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડૉ.એસ. ડી.વેદિયા દ્વારા વિદ્યાર્થીઓને આઝાદીના ઘડવૈયા અને તે માટે થયેલા શહીદો વિશે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવની તેમજ અરવલ્લી જિલ્લામાં યોજાનાર રાજયકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ડૉ.એસ.વી.પટેલ, ડૉ.ઉર્વી ગુપ્તા, શ્રી સુભાષભાઈ પંડ્યા હાજાર રહ્યા હતા. હર ઘર તિરંગાની ઉજવણીના સફળ કાર્યક્રમ બદલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર.આર.મોદી અને ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, કોલેજના આચાર્યશ્રી ડૉ.કે.પી.પટેલે અભિનંદન પાઠવેલા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *