રોટરી કલબ હિંમતનગર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રોટરી કલબ હિંમતનગર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર ના સહયોગથી હિમતનગર કેળવણી મંડળ સંચાલિત કોલેજ કેમ્પસ ખાતે સામાજિક સેવાના ઉમદા આશય સ્વરૂપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખુબ જ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, કોલેજ સ્ટાફ, મંડળના પદાધિકારીશ્રીઓ તેમજ રોટેરીયન પરીવારજનો એ ઉમળકાભેર ભાગ લીધો હતો. બ્લડ ડોનેશનને સફળ બનાવવા માટે રોટે. અમૃત પુરોહિત- પ્રમુખ, રોટે. રમેશ પટેલ મંત્રી, રોટે. મેહુલ કોઠારી ટ્રેનર, રોટે. પ્રફુલ વ્યાસ, રોટે. ગોપાલાસિંહ રાઠોડ, રોટે. જીગર જયસ્વાલ, રોટે.અરવિંદ દોશી તેમજ રોટરી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના પદાધિકારીઓ કોલેજના આચાર્યશ્રીઓ, સ્ટાફ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નો રોટરી ક્લબ હિંમતનગર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *