
આનંદ ઠકકર ડીસા
ડીસા નગરમાં છેલ્લા ચાર વર્ષથી દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજન થકી અનોખી ગૌસેવા થાય છે.ગત ગુરૂવારે 211 મા ગુરૂવાર નિમિતે મહાઆરતી,સંસ્થાકીય સન્માન, શોભાયાત્રા,ભોજન પ્રસાદ સાથે મહા ભજનોત્સવનું દિવ્ય આયોજન કરાયું હતું.ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના ડો.બલવંતભાઈ પંચાલ, ડો.પ્રધુમન અગ્રવાલ, હરિઓમ ટ્રસ્ટના હાપુજી માળી,દીલીપભાઈ ઠરિયાણી,નટુભાઈ વ્યાસ, સાંઈબાબા ટ્રસ્ટના સતીષભાઈ પંચાલ, અમીતભાઈ ઠકકર, ગાયત્રી પરિવારના પ્રકાશભાઈ ઠકકર, વાલ્મીકી સમાજના કિશોરભાઈ, છનાભાઈ સહિત સૌ મહાનુભાવોનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી સન્માન કરાયું હતું.
મહાઆરતી,શોભાયાત્રા,ભોજન પ્રસાદ બાદ રાખેલ ભજનમાં પાંચ જેટલા સંતોની પધરામણી થતાં તેમનું સન્માન કરી ભેટપૂજા કરાઈ હતી.પૂજ્ય જલારામ બાપાના ભજન થકી એકત્રિત થયેલ રૂપિયા 3,89,000(ત્રણ લાખ નેવ્યાસી હજાર) નું વિવિધ ગૌશાળાઓમાં દાન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર, આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉડેચા કમલેશ રાચ્છ દિનેશ ભાઈ ચોકસી દિલીપ રતાણી લાલાભાઈ ઠકકર, પિયુષભાઈ અખાણી,મિલન અખાણી મંદિરના ટ્રસ્ટીઓ-સેવકો, જલારામ સત્સંગ મંડળના સભ્યો સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.આ શુભ અવસરે ઉપસ્થિત રહેલ પત્રકારોને આભાર માની સન્માનિત કરાયા હતા.
