હસ્તકલાના કારીગરોની ઉન્નતિ; માટે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન (GRIMCO)ની નવતર પહેલ

હેંડીક્રાફ્ટ સહિત ઘર સજાવટની વસ્તુઓ ખરીદવા અમદાવાદીઓને મળ્યું નવું સરનામું

કુટીર ઉદ્યોગ અને સહકારીતા રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉન્નતિ સ્ટોરનું ઉદ્ઘાટન

કલાત્મક વસ્તુઓ બનાવતા કારીગરોની ઉન્નતિ માટે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન (GRIMCO)ની નવતર પહેલ ઉન્નતિ  સ્ટોરનું ઉદ્ઘાટન કુટીર ઉદ્યોગ અને સહકારીતા રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓને હેંડીક્રાફ્ટ સહિત ઘર સજાવટની વસ્તુઓ માટે નવું સરનામું મળ્યું છે. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર આવેલા કામધેનુ કોમ્પ્લેક્સમા આવેલા ઉન્નતિ સ્ટોરને ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહીં અમદાવાદ અને આસપાસના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે. જેમાં કલાત્મક રાખડી, હેન્ડલુમ આઈટમ, કલાત્મક ફ્રેમસ, સુશોભનની વસ્તુઓનું વિશાળ કલેક્શન અહીં ઉપલબ્ધ છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, અમદાવાદ મનપાના દંડક અરુણસિંહ રાજપૂત, GRIMCOના પદાધિકારીઓ તેમજ હસ્તકલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *