મચ્છુ જળ હોનારત દિન અન્વયે દર વર્ષની જેમ ૧૧ ઓગસ્ટના રોજ મૃતાત્માઓની શ્રદ્ધાંજલી માટે મોરબી ખાતે મૌન રેલી યોજાઇ

મૃતાત્માઓને ભાવાંજલી તેમજ તેમના પરીજનોને સાંત્વના પાઠવતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

મોરબી નગરપાલિકા દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મચ્છુ જળ હોનારત દિન અન્વયે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૧ ઓગસ્ટ ૧૮૭૯ના રોજ સર્જાયેલ ગોઝારા એ મચ્છુ જળ હોનારતના દિવસને મોરબીવાસીઓ કેમ ભૂલી શકે જે દુર્ઘટનામાં મોરબીવાસીઓએ પોતાના અનેક સ્વજનો ગુમાવ્યા છે. આ તમામ મૃતાત્માઓને ભાવાંજલી અર્પણ કરવા તેમજ તેમના પરિજનોને સાંત્વના આપવા માટે દર વર્ષે ૧૧ ઓગસ્ટના રોજ આ મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે તમામ મહાનુભાવો તેમજ મૃતાત્માઓના પરિજનો તેમજ નગરજનો મોરબી નગરપાલિકા કચેરીથી મૌનરેલી કાઢી મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણીમંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં સર્વેએ તમામ દિવંગતોને પુષ્પમાળા ચડાવી ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ તકે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, મોરબી નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, અગ્રણીશ્રી ડૉ. જયંતીલાલ ભાડેસીયા, પ્રદીપભાઈ વાળા, દુર્લભજીભાઈ દેથરિયા, અરવિંદભાઈ વાંસદડિયા તેમજ મૃતાત્માઓના પરિજનો તેમજ મોરબીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *