હર ઘર તિરંગા અંતર્ગત હળવદ નગરપાલિકાનું અનેરું આયોજન

તિરંગા સાથે ફોટો લઇ લોકો સોશિયલ મીડિયા ના વિવિધ પ્લેટફોર્મ પર મૂકી શકે તે માટે સેલ્ફી પોઇન્ટનું નિર્માણ કરાયું


કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં અનેરા ઉત્સાહ સાથે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ વહીવટીતંત્ર, અગ્રણીઓમાં, વિવિધ સંસ્થાઓ તેમજ નાગરિકોમાં પણ આગવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

હળવદ નગરપાલિકા દ્વારા પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે હળવદ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા માટે એક સેલ્ફી પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં લોકો તિરંગા સાથે ફોટો ક્લિક કરાવી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર મૂકી શકે.

આ આયોજન થકી હર ઘર તિરંગા મહાઅભિયાનને વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *