- આપણા રાષ્ટ્રધ્વજને ઓળખીએ…….
- રાષ્ટ્રધ્વજ એ દરેક દેશોની પોતાની નક્કી કરેલી આગવી ઓળખ છે …
- રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્ર નું એક ગૌરવનું પ્રતીક છે ..

આનંદ ઠકકર ડીસા
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બાળકોને નકામી લગ્ન કંકોત્રી ઉપર રાષ્ટ્રધ્વજ કેવી રીતે વોટર કલર તથા સ્કેચ પેનથી તૈયાર કરી શકાય તે ડાવસ પ્રાથમિક શાળા નંબર ..1 ધોરણ :1 થી 8 ના લગભગ 300 /જેટલા બાળકોને ચંદુભાઈ એટીડી (રાજ્યને રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક, ડીસા) તથા દિનેશભાઈ નાયક (કવિરાજ અને સાહિત્યકાર) તેઓ દ્વારા રાષ્ટ્રધ્વજને બનાવવાનું શીખવવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી નયનભાઈ પટેલ દ્વારા સ્વાદિક સ્વાગત કરી બાળકો દ્વારા કંકોત્રી લખ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ચંદુભાઈ એ.ટી.ડી.દ્વારા બાળકોને પ્રત્યક્ષ નકામી લગ્ન કંકોત્રી ઉપર પેન્સિલ /ફૂટપટ્ટી/ વોટર કલર /પીંછી તથા સ્કેચ પેન થી કેસરી રંગ /સફેદ રંગ અને લાલ રંગ આ ત્રણેય રંગો કેવી રીતે પૂરી શકાય, ત્યારબાદ વચ્ચે અશોક ચક્ર બ્લુ રંગના સ્કેચ પેનથી દોરી શકાય તે સમજ આપવામાં આવી. તેમજ બાળકો જણાવ્યું કે સૌથી ઉપર કેસરી રંગ વિરતાનું પ્રતીક છે ..વચ્ચે સફેદ રંગનો પટ્ટો શાંતિ અને પ્રેમનો સંદેશો છે… ત્યારબાદ સૌથી નીચે લીલો રંગ નો પટ્ટો છે તે લીલો હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. આમ 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવારના દિવસે આ રાષ્ટ્રધ્વજને દિલ્હીના લાલ કિલ્લા તથા સરકારી કચેરી ઓ/ શાળા કોલેજોમાં તેમજ વિવિધ સંસ્થાઓ રાષ્ટ્ર ધ્વજને ફરકાવીને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ રાષ્ટ્રધ્વજ પોતાના પોકેટ (ખિસ્સા) ઉપર સેફટી પીન (બકલ )દ્વારા રાષ્ટ્રીય તહેવાર દિવસે લગાવીને શાળાએ આવી શકાય તેની સમજ આપી તેમજ આ પોતે પણ બીજા ઘણા બધા બનાવી આપના મિત્રોને પણ આપી શકાય. આ કાર્યક્રમ માં નંદ લીમ્બાચીયા તથા નારણ પઢિયાર તેમજ અને બાળકોએ રાષ્ટ્રધ્વજ જાતે તૈયાર કર્યા અને એકબીજાના મિત્રોને કિસ્સા ના પોકેટ ઉપર લગાવ્યા ત્યારબાદ આ પ્રસંગે કલ્પેશભાઈ પરમાર /રમેશભાઈ/ હેમલત્તાબેન નાઈ/ રમેશભાઈ સોલંકી/ સંગીતાબેન પ્રજાપતિ /ગીતાબેન ચૌધરી તથા શાંતાબેન પટેલ જેઓને ચંદુભાઈ એ.ટી.ડી.દ્વારા બનાવેલા રાષ્ટ્રધ્વજ પોકેટ પર લગાવી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના શ્રી નરસિંહભાઈ બી. સુથાર(પ્રતિભાશાળી શિક્ષક) જેઓનું દીકરી દેવો ભવચિત્ર મોમેન્ટો/ પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી વિશે સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે શાળાના આચાર્ય શ્રી નયનભાઈ પટેલનું પુસ્તક આપી તથા સાલ ઓઢાડી સન્માન દિનેશભાઈ કવિરાજ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ચંદુભાઈએ.ટી.ડી. દ્વારા બાળકોને જણાવ્યું કે રાષ્ટ્રધ્વજ શાળામાં શીખવ્યા બાદ પોતાના ઘરે માતા-પિતા ભાઈ -બહેન જેઓની પાસે બેસીને તૈયાર કરી પોતાના ગજવા ( પોકેટ )ઉપર લગાવી 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસે ના રોજ શાળાએ આવવાનું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાની. સાથે સાથે આ રાષ્ટ્રધ્વજ બનાવેલા તે ક્યાંય રસ્તામાં ફેંકવા નહિ અથવા ફાડી ન નાખવા…. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે વ્યવસ્થિત રીતે સાચવીને મૂકવા.. ખાસ કરીને પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ બિલકુલ ઉપયોગ ન કરવા તેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શાળાના બાળકોને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શાળામાં બાળકોને રાષ્ટ્રધ્વજ શીખવવા અને સન્માન કેવી રીતે રાખવું તેની સમજ આપવા બદલ ચંદુભાઈ એ.ટી.ડી.નો આભાર માન્યો હતો. તેમજ નરસિંહભાઈ સુથારે બનાવેલા શૈક્ષણિક ગણિત /વિજ્ઞાન અને ભાષાની દિવાલ પેઇન્ટિંગ કરેલી બતાવી, ગૌરવની લાગણી અનુભવી અને આભાર વિધિ કરી . સમૂહ માં રાષ્ટ્રગીત બાળકો સાથે ગવડાવવામાં આવ્યું. કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો..