શા માટે મંદિર મા જવું જોઈએ આજે હું જે કંઈ છું તેના મૂળમાં ડાંગરવા ગામ નું સ્વામિનારાયણ મંદિર છે -અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી

શા માટે મંદિર મા જવું જોઈએ આજે હું જે કંઈ છું તેના મૂળમાં ડાંગરવા ગામ નું સ્વામિનારાયણ મંદિર છે ,,,સ્વામિનારાયણ સંપ્રદાય નરનારાયણ દેવ મંદિર તાબામાં આવતા અસંખ્ય મંદિરો ગામે ગામ અને દેશ વિદેશ માં આવેલ છે જેના થકી કરોડો લોકોએ પોતાનું જીવન સુખ ,શાંતિ અને સમૃદ્ધિમય બનાવ્યું છે આ મંદિરો થકી સંસ્થાન સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર થકી રાષ્ટ્ર હિત અને દેશની જનતા જનાર્દન હરિભક્તો ના કલ્યાણ સુખ શાંતિ માટે સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે જીવન જીવવા માટે અને કલ્યાણ તેમજ મોક્ષ માટે શિક્ષાપત્રી જેવો સર્વોત્તમ ગ્રંથ આપી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીએ અસંખ્ય જીવો નું કલ્યાણ કર્યું છે આજે આ શિક્ષાપત્રી ના નિયમો નો પોતાના જીવન માં અમલ કરીને તે મુજબ આચરણ કરીને લાખો હરિભક્તો સુખ શાંતિ સમૃદ્ધિ મા ઉત્તરોત્તર વધારો કરીને સમાજ સેવા થકી રાષ્ટ્ર સેવા કરીને પોતાનું જીવન ધન્ય બનાવી અંતે અક્ષરધામ નિવાસી બન્યા છે . રાષ્ટ્રના આ દેશ ના નાગરિકો ને દારૂ જુગાર અને વ્યભિચાર થી દુર કરવા અને ઉત્તમ ગૃહસ્થી જીવન જીવવા માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવીને સહજાનંદ સ્વામીએ વર્ષો પહેલા આ રાષ્ટ્રની સર્વોત્તમ સેવા કરી છે .

જીવન ને કલ્યાણકારી સુખ શાંતિમય બનાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ગ્રંથો નું વાંચન કરવા તેમજ કથાનું પવિત્ર શ્રાવણ માસ મા શ્રવણ કરવા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ અનુરોધ કર્યો હતો .અને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વિવિધ સમાજના અનેક ગામોની તુલનામાં જે ગામો મા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર બન્યા છે તે ગામો ના હરિભક્ત લોકોની પ્રગતિ આપ કોઈ પણ ગામ માં જઈને જોઈ શકો છો આ સનાતન સત્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર મા કથા દ્વારા ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ ના ભજન કીર્તન થકી હરિભક્તોને મન ની શાંતિ મળે છે જે જીવન જીવવા માટે સૌ થી વધારે જરૂરી છે

.દરેક તહેવાર ને ઉત્સવ થી બધા હતી હરીભક્તો સાથે મળીને ભજન કીર્તન કરીને આનંદ ઉલ્લાસ થી ઉજવે છે પરિણામે જીવન સ્વર્ગમય હોવાનો અહેસાસ કરી શકાય છે. આજના સમયમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ મોક્ષ માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્તમ માર્ગ છે . દેશ વિદેશ માં હજારો મંદિરો ની પ્રતિષ્ઠા કરીને ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય ને ગૌરવ અપાવ્યું છે . રાષ્ટ્ર કે રાજ્યની કુદરતી આપત્તિઓ મા જરૂરિયાતમંદ લોકોની સેવા મા સંપ્રદાય તન મન અને ધન થી મદદે આવે છે જે ધન ભેગું કરવા માટે સ્વામીજી ઓ આખું વર્ષ કથા ભજન કીર્તન કરે છે અને લોક કલ્યાણ માટે વાપરવામાં આવેછે એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *