હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માં ઘણા સમય બાદ કાયમી રજીસ્ટાર ની નિમણુંક.

પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં છેલ્લા ધણા સમયથી કાયમી કુલસચિવ ની જગ્યા એ કાયૅકારી કુલસચિવ કામગીરી સંભાળતા હોવાના કારણે યુનિવર્સિટી નાં મહત્વ નાં નિણૅયો માટે મુશ્કેલી પડી રહી હતી ત્યારે યુનિવર્સિટી ના કાયમી કુલસચિવ ની નિમણુક માટે નાં નિણૅય અર્થે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી.
યુનિવર્સિટી ખાતે કુલપતિ ના અધ્યક્ષ સ્થાને મળેલી આ કારોબારીની બેઠકમાં યુનિવર્સિટીના કાયમી કુલ સચિવ તરીકે હાલના ઇન્ચાર્જ કુલસચિવ તરીકેની કામગીરી બજાવી રહેલા ડો.આર એન દેસાઈની કાયમી કુલસચિવ તરીકે વરણી કરવાનાં નિર્ણય ને ઉપસ્થિત કારોબારી સભ્યો એ સવૉનુમતે મંજુર રાખીને યુનિવર્સિટી નાં નવનિયુક્ત કાયમી કુલસચિવ ડો આર એન દેસાઈને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠક માં કુલપતિ ડો. જે.જે.વોરા, કારોબારી સભ્યો શૈલેષભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, અનિલભાઈ નાયક સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બાબતે યુનિવર્સિટી ના કુલપતિ ડો જે.જે.વોરા એ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે વર્ષ 2006 થી ઇન્ચાર્જ કુલસચિવ હોય જેને લઇને યુનિવર્સિટી નાં મહત્વના નિર્ણયો લઈ શકાતા ન હોય ત્યારે આજ રોજ મળેલી કારોબારી બેઠક માં યુનિવર્સિટી નાં રેગ્યુલર કુલસચિવ તરીકે ડૉ. રોહિતભાઇ ચૌધરી ની નિમણુક કરવામાં આવી હોય જેથી યુનિવર્સિટી નાં મહત્વ નાં નિણૅયો સરળતાથી લઈ શકાશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *