હિંમતનગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ભારત માતાકી જયના નારાથી દેશભક્તિનો માહોલ

તિરંગા ઝંડા જ ઝંડા દેખાયા મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા


રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

ઝાદી કા મહોત્સવની અમૃત ઉજવણીના ભાગરૂપે અને પવિત્ર રક્ષાબંધનના દિવસે ગુરુવારે હિમતનગર ખાતે હિંમતનગર શહેર ભાજપ તથા યુવા મોરચા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રા મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા 15 મી ઓગસ્ટની આન બાન અને શાન સાથે ઉજવણી થનાર છે ત્યારે ગુરુવારે હિમતનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાતા હિંમતનગર ના મહેતા પુરાના એન જી સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાઈક રેલી શહેરના ટાવર ચોક સુધી નીકળી હતી ટાવર ચોકમાં સમાપનમાં ભવ્ય લાઈટ શો સાઉન્ડ શો તથા ભવ્ય આતશ બાજી કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં ડીજેના તાલે ભારત માતાકી જય ના નારા લગાવતા દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો જે નીકળેલી તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ નગરપાલિકાના પ્રમુખ યતીન બેન મોદી યુવા મોરચાના પ્રમુખ રાહુલ પટેલ બીપીનભાઈ ઓઝા જિલ્લા ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ બંટી ભાઈ મહેતા ઉપપ્રમુખ શૈલેષભાઈ ધુવાડ ગોપાલસિંહ રાઠોડ સાવન દેસાઈ અમૃત પુરોહિત ભરત જાદવ તાલુકા સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા તથા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હકીમભાઈ કંડીયા તથા ઉપપ્રમુખ યુનુસભાઈ મેમણ તેમજ સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધાર્મિક સંગઠનો મહિલા કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો શહેર ભાજપના કાર્યકરો ને હોદ્દેદારો યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM