અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા , વિધાનસભા બેઠક ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ , નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસીંગાણી સહિતના આગેવાનો સાથે નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ યોજયો હતો . આજ રોજ ઠેર ઠેર ભારતીય જનતા પક્ષના ઉમેદવારની ભારે લોક સમર્થન પ્રાપ્ત થયું હતું . તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ ભાજપના ઉમેદવારને ઉત્સાહભેર આવકાર્યા હતા અને ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી . ઉપસ્થિત તમામ આગેવાનોએ સ્થાનિક ગ્રામજનો સાથે કેન્દ્ર અને રાજય સરકારોએ સંપન કરેલા અનેકાનેક વિકાસકાર્યો બાબતે છણાવટભરી ચર્ચા કરી હતી . માં કાર્ડ , આયુષ્યમાન ભારત યોજના , ઉજજવલા યોજના , પ્રધાનમંત્રી આવાસ યોજના , પાક ફસલ વિમા યોજના સહિતની સરકારની અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા . અબડાસા વિધાનસભા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , અબડાસાની જનતાની સુખાકારી અને સલામતીને લક્ષમાં રાખીને વિકાસના મૂળ પ્રવાહમાં જોડવાના આશયથી કોંગ્રેસથી છેડો ફાડીને હું ભાજપમાં જોડાયો છું . દલિતો અને મુસ્લિમોનો કોંગ્રેસે હર હંમેશા પોતાના ફાયદા ખાતર ચુંટણીલક્ષી ઉપયોગ કરીને તરછોડયા છે . જયારે ભારતીય જનતા પક્ષે ” સબકા સાથ , સબકા વિકાસ ” ના મંત્ર સાથે સમાજના તમામ વર્ગ અને લોકોના ઉત્થાનનું કાર્ય કર્યું છે ત્યારે ફરીથી એક વખત અબડાસાની જનતામાં વિશ્વાસ અને પૂર્ણ શ્રધ્ધા સાથે હું આ ચુંટણીના જંગમાં નિશ્વિતપણે વિજયી થઈશ . જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહ જાડેજા જયારે કોંગ્રેસમાંથી ચુંટાયા હતા ત્યારે પણ તેમના સમગ્ર કાર્યકાળ દરમ્યાન પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અબડાસાના હિત અને વિકાસની સતત ચિંતા સેવી હતી . સ્થાનિક શિક્ષણનો પ્રશ્ન હોય કે રોડ – રસ્તા કે આરોગ્ય જેવી માળખાકીય સગવડો બાબતે રજૂઆત હોય પ્રદ્યુમનસિંહે હંમેશા રાજકારણને પર રાખીને અબડાસાની ઉન્નતીને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે . પાછલા કેટલાક વરસોના કારમા દુષ્કાળ વખતે પ્રદ્યુમનસિંહે પોતાની આગવી કોઠાસૂઝથી સરકારમાં વિવિધ સ્તરે રજૂઆત કરીને દુષ્કાળ જેવી આપતી સામે હિંમતભેર સામનો કર્યો હતો . ઉપરોકત પ્રવાસ દરમ્યાન નખત્રાણા તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડ , આગેવાનો લધારામભાઈ , લાલજીભાઈ રામાણી , રાજુભાઈ પલણ , ચંદનસિંહ રાઠોડ , ધીરજભાઈ પટેલ , વસંતભાઈ વાઘેલા , ખેંગારભાઈ રબારી સહિત સ્થાનિક કાર્યકર્તાઓ , સરપંચશ્રીઓ , સેલ / મોરચાના હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .
” સબકા સાથ , સબકા વિકાસ “



