”રાજકોટમાં ડૉ. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩ મી વર્ષગાંઠે પુષ્પાંજલિ”

ડૉ. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩ મી વર્ષગાંઠે પુષ્પાંજલિ અર્પતું વિજ્ઞાન જાથાં

  • – વૈજ્ઞાનિક ડૉ. વિક્રમભાઈની યશકલગીને યાદ કરવામાં આવી.
  • – માનવ જાતના વિકાસમાં વૈજ્ઞાનિકોનો સિંહ ફાળો.
  • – અનિલ જ્ઞાન મંદિર અને જીવનનગરમાં પુષ્પાંજલિ યોજાઈ.
  • – રાષ્ટ્રની પ્નગતિનો આધાર વિજ્ઞાન અભિગમ… જયંત પંડયા.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩ મી જન્મ જયંતિએ રાજકોટમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાનથી માનવ જાતે સુખાકારી, પ્નગતિના દ્વાર ખોલ્યા છે. રાષ્ટ્રની પ્નગતિનો આધાર વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણ છે તે સંબંધી વિચારો મુકવામાં આવ્યા હતા.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ પુષ્પાંજલિ અર્પતા જણાવ્યું કે ડૉ. વિક્રમભાઈનો જન્મ તા. ૧ર મી ઓગસ્ટ ૧૯૧૯ માં અમદાવાદ ખાતે થયો હતો. તેમનું યોગદાન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમીકલ્સ સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસી વિભાગ યાદગાર છે. અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપવામાં અગે્રસર, પ્નથમ ઉપગ્રહ, વિવિધ ક્ષેત્રે પ્નદાન બદલ વર્ષ ૧૯૬૬ માં પદ્મભૂષણ અને વર્ષ ૧૯૭ર માં મરણોત્તર પદ્મવિભુષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક ડૉ. સારાભાઈને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને યાદ કરવામાં આવ્યા હતા.
જાથાના પંડયાએ વધુમાં જણાવ્યું કે વૈજ્ઞાનિકોનું કામ પોતાના રાષ્ટ્રની ઉન્નતિ સાથે માનવજાતના ઉત્કર્ષ માટે સતત સંશોધનો કરવાનો હેતુ છે. કોઈપણ દેશની ઉન્નતિમાં વિજ્ઞાનનો ફાળો હોય છે. ધર્મથી એકપણ સમસ્યા ઉકેલાઈ હોય તેવો દાખલો નથી. જાતિવાદ, કોમવાદ, કટૃરતાવાદ, અસહિષ્ણુ, હિંસાઓ મહદ્દઅંશે ધર્મની ઉપજ છે. તેના કારણે માનવ–માનવ વચ્ચે ભેદભાવ, હિંસા જોવા મળે છે. જયારે વિજ્ઞાનનું કામ લોકોને ભેગા સાથે ઉન્નતિનો માર્ગ બતાવે છે. ભારતમાં વિજ્ઞાનની ઉપલબ્ધિઓ અગણિત છે. છતાં ધર્મની બોલબાલા, પ્નભુત્વ જોવા મળે છે તેનાથી બૌધ્ધિકો ચિંતિત છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો તફાવત લોકોએ સમજવો પડશે. જીવનનગરનારહીશો અને છાત્ર–છાત્રાઓને પોતાની રીતે મુલવણી કરવાની વાત મુકવામાં આવી હતી. સમભાવ સાથે રાષ્ટ્ર ભકિ્ દોહરાવવામાં આવી હતી.
અનિલ જ્ઞાન મંદિરના આચાર્યા છાયાબેન દવેએ ડૉ. વિક્રમભાઈ સારાભાઈને પુષ્પાંજલિ આપતા વિજ્ઞાનની સિધ્ધિઓની યશગાથા વર્ણવી હતી. ર૧ મી સદીને અનુરૂપ જીવન પદ્ધતિની વાત મુકી હતી. વિજ્ઞાન શિક્ષક ધવલભાઈ પટેલ વૈજ્ઞાનિક સારાભાઈની વિસ્તૃત હકીકત રજૂ કરી હતી. ઉપયોગી માહિતી આપી હતી. જાથાનું કાર્ય લોકચળવળથી વૈજ્ઞાનિક માનસ કેળવવાનું, લોકો તર્કને પ્નાધાન્ય આપે, પોતાનું જીવન કેમ સુખી બને તેનો રાહ બતાવવાનું છે. તેથી અવારનવાર કાર્યક્રમો યોજી લોકોનું ધ્યાન ખેંચે છે તેમાં બહુધા સમાજને ટેકો મળે છે.
પુષ્પાંજલિ કાર્યક્રમમાં જાથાના પંડયા, આચાર્યા છાયાબેન દવે, ધવલભાઈ પટેલ, બંસરીબેન રાવલ, શિતલબેન ડાંગર, વિજયભાઈ જોબનપુત્રા, અશોકભાઈ વાઘેલા, વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મકવાણા, અંકલેશ ગોહિલ, વિનુભાઈ ઉપાધ્યાય, રોમિત રાજદેવ, વકતૃત્વમાં ક્રિષ્ના ઝીંઝુવાડીયા, રિધ્ધી બાબરીયા, જયોતિ ઉપાધ્યાય, કશીશ ગોહેલ, ચાર્વી વૈશ્નાણી, વૈભવી ચુડાસમા, યશ્વી પાણખાણીયાએ ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *