સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના વિદ્યાર્થીઓ દ્વારા BSE limited અમદાવાદની મુલાકાત લેવામાં આવી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના ફાઇનાન્સ સ્પેશિયલાઈઝેશનના વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટનું ગહન અધ્યયન કરાવવા માટે BSE સ્ટોક એક્સચેન્જની મુલાકાત કરાવવામાં આવી હતી.  MBAના ત્રીજા સેમેસ્ટરના ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશનના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા વિષય ‘સિક્યુરિટી એનાલિસિસ એન્ડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ’માં કેપિટલ માર્કેટ, મની માર્કેટ, કોમોડિટી માર્કેટ અને ડેરિવેટીવ માર્કેટનું ગહન અધ્યયન કરાવવામાં આવે છે અને તેના જ ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટ પ્રેક્ટીકલી કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવા માટે સ્ટોક એક્સચેન્જની મુલાકાત કરાવવામાં આવી હતી.

આ ઉપક્રમે MBA અને IMBAના ૫૦ વિદ્યાર્થીઓ સાથે પ્રો. છાયા પટેલ અને પ્રો. શક્તિ ડોડીયાએ એક્સચેન્જની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ વિઝીટમા ભાગ લીધો હતો. તમામ ફાઈનાન્સ વિષયના વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારી સાથે આવ્યા હતા અને ઉત્સુકતાથી માર્કેટ કેવી રીતે કામ કરે છે? ડીમટેરિયલાઈજેશન શું છે? ડીપોઝીટરી શું કામ કરે છે? કોમોડીટી માર્કેટનું શું મહત્વ છે? વાયદા બજાર કેમ જરૂરી છે? ડબ્બા ટ્રેડીંગના ભય સ્થાન વિષે પ્રશ્નો પૂછ્યા હતા અને વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં જણાવવાનું કે BSEના અવેરનેસ પ્રોગ્રામના મહેશ પંડ્યા અને CDSLના ધવલ દવે સાહેબે કોમોડિટી માર્કેટ અને ડિપોઝિટરીઝનું જીણવટ ભર્યું પ્રેક્ટીકલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું હતું.

આ ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. ડીન ઓફ ફેકલ્ટીસ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડો. જીતેન્દ્ર શર્માએ આ વિઝીટ કરાવવા બદલ પ્રો. છાયા પટેલ અને પ્રો. શક્તિ ડોડીયાનું અભિવાદન કર્યું હતું અને પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટનું પ્રેક્ટીકલી જ્ઞાન આપવા અને તેમને માર્કેટમાં ટ્રેડ કરવા માટે સ્વાવલંબી બનાવવા દિશા નિર્દેશ કર્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. પ્રમોદકુમાર પાંડેએ આ વિઝીટના આયોજન અને અમલ કરવા માટે વિશેષ માર્ગદર્શન અને મદદ પુરી પાડી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *