

જય રણછોડ માખણ ચોર ના જય ઘોષ સાથે માણસા શહેરમાં રાણીયાપુરા માં આવેલ રાધા કૃષ્ણ ના મંદિર દર વર્ષની જેમ પરંપરાગત જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સવારથી જ રાધાકૃષ્ણ મંદિરે ભરાયેલ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો મેળામાં ખાણીપીણીના સ્ટોલ. તેમજ રમકડાની ભવ્ય દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી નાના નાના ભૂલકાઓથી ચકરડી. અને ચકડોળમાં બેસી મજા જોવા મળ્યા હતા. ત્યારે સવારે વરસાદ ન હોવાથી વેપારીઓ મા ખૂશી જોવા મળી હતી. થોડો ટાઈમ વરસાદ પણ વિલન ની ભૂમીકા અદા કરી હતી. રાત્રીના બારના ટકોરે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
