પ્રભુની વાતને સાંભળતો નથી તો ભવિષ્યમાં તેની વાતને પણ કોઈ સાંભળતું નથી-મુનિરાજ નયશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.ત્યારે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે પ્રભુની વાતને સાંભળતો નથી તો ભવિષ્યમાં તેની વાતને પણ કોઈ સાંભળતું નથી.વહેંચતા વહેંચતા છેલ્લે હું (અહમ) જ વધ્યો એ કોઈએ ના લીધો કેમ કે એ બધા પાસે હતો.ફુક મારવાથી દિવસો ઓલવાઇ જાય છે પરંતુ અગરબત્તી નહીં જે મહેકે છે એને કોઈ ઓલવી શકતું નથી જે બળે છે એ ખુદ ઓલવાઇ જાય છે.શ્રાવક ભાઈ બહેનો ચોતરફ અવિરત મેઘ મહેર થઈ રહી છે.કયાંક હળવી તો કયાંક ધોધમાર જીવનનું રહસ્ય પણ કંઈક આવું જ છે.શરૂઆતમાં બે વાત કહી જે સમજયા હશો.જીવનની ઘટમાળ જ એવી છે કે જેમાંથી હું (અહમ્) નિકળી જાય તો આખું જીવન ધન્ય બની જાય. દિવડા-અગરબત્તીનો સંદેશો એ જ બળીને પ્રકાશ ફેલાવો તેના કરતાં ભસ્મ થઇ ને સુગંધ વધુ સમય સુધી મહેક આપશે.આ વાત બહુ સારી રીતે સમજવાની જરૂર છે.આ વરસાદી મહોલમાં બે પંક્તિ યાદ આવે છે કોઈકે સરસ કહી છે અતિ કા ભલા ન બરસના અતિ કી ભલી ન ધૂપ.અતિ કા ભલા ન બોલના અતિ કી ભલી ન ચૂપ.તમે બહુ ગરમીથી ત્રાસી ગયા હતા ને વરસાદની રાહ કાગ ડોળે જોતા હતા પરંતુ વધુ વરસાદ થાય એટલે.બસ જીવન સરળ મુલાયમ છે જો તેનું સાચું રહસ્ય સમજાય તો.બાકી તો ઢસરડાને ઘરડા સાથે ઘઢપણ વૃધ્ધાવસ્થા જ છે.અને છેલ્લે તમારા જીવન ઉપર ક્યારેય ગુસ્સે થશો નહીં,કારણ કે તમારા જેવું જીવન અન્ય લોકોનું સ્વપ્ન છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *