સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસામાં યુવા મતદાર મહોત્સવ- ૨૦૨૨ ની ઉજવણી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ઘી મ.લા.ગાંધી ઉ.કેળવણી મંડળ સંચાલિત સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસામાં NSS વિભાગ દ્વારા યુવા મતદાર મહોત્સવ અંતર્ગત લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા નવા મતદારો અને ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ એ થીમ ઉપર સદર કોલેજમાં મતદાર જાગ્રુતિ સંદર્ભે ગીત, સંદેશ, વિડિઓ, ઇ- પોસ્ટર, સ્લોગન, પોસ્ટર ડિઝાઇન વગેરે વિષય પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાયબ મામલતદાર શ્રી ધવલભાઇ દ્વારા વિદ્યાર્થીઓને લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા પર અને નવા મતદાર નોંધણી પર માહીતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ૧૫૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન NSS ના પ્રોગ્રામ ઓફીસર ડૉ.એચ.એસ.ખરાડી , ડૉ.એસ.એમ.દવે ઓફીસર, પ્રો.જી.એલ.વેકરીયા, પ્રો.આર.એલ.ખરાડી અને કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ.કે.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમના સફળ આયોજન બદલ મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર. મોદી તથા પ્રભારીમંત્રીશ્રી સુભાષભાઇ શાહે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *