



આ કોઈ બિગ બી કે કિંગ ખાનની ફિલ્મ ‘ડોન’ ની વાત નથી. આ તો ડાંગ જિલ્લાની સરહદે આવેલા ખૂબસૂરત સ્થળ ‘ડોન’ ની વાત છે. દ્રોણાચાર્યના નામ ઉપરથી પડેલા નામને લીધે ડોન તરીકે ઓળખાતા ડાંગ જિલ્લાના આ ગામની પછવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે. અરબ સાગરથી હજારેક મીટરની ઊંચાઈએ આવેલા આ સ્થળની ખૂબસૂરતી ચોમાસામા પૂરબહારમા ખીલી ઉઠે છે. ત્યારે અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ડોનની તળેટીમા સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધનુ સંવનન અને સંવર્ધન કેન્દ્ર કાર્યરત કરાયુ છે, અને ડોન હિલ ઉપર ગીધરાજની વિશાળકાય પ્રતિમા/સ્ટેચ્યૂ પણ, પ્રવાસીઓને વનિલ પ્રાણી, પક્ષીઓના જતન સંવર્ધનનો મુક સંદેશ આપે છે.
