ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. કિરીટ સોલંકીનો વિજયી ‘ઝંઝાવતી પ્રચાર’
ગાંધીનગરના વિવિધ વોર્ડ અને રાંધેજા ગામ ખાતે યોજાઈ ખાટલા બેઠક
ભાજપની પેનલને વિજયી બનાવવા હાકલ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ પેનલ સ્પીકર લોકસભા ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી દ્વારા ગાંધીનગર શહેરના વિવિધ વોર્ડ તેમજ આસપાસના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોની પેનલને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે વિવિધ દલિત બહુ બાલ્ય વિસ્તારોમાં’ઝંઝાવતી પ્રચાર’ કરવામાં આવ્યો હતો.આ પ્રચાર અભિયાન અંતર્ગત ગાંધીનગર વોર્ડ નં. ૧ માં આવેલ રાંધજા ગામ ખાતે સાંજે ૭:૩૦ કલાકે એક ભવ્ય ‘ખાટલા બેઠક’ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો કિરિટભાઈ પ્રેમજીભાઈ સોલંકી થકી સ્થાનિક નાગરિકો અને મતદારો સાથે સીધો સંવાદ સાધી ભાજપ સરકારની લોકાભિમુખ નીતિઓ અને વિકાસ કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રચાર કાર્ય અને ખાટલા બેઠકમાં ડો. કિરીટભાઈ સોલંકી સાથે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ વિજય કુમાર સોલંકી, ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ, પ્રદેશ સહકાર્યાલય મંત્રી મેહુલ લેઉવા, સેનમા રાવત સમાજના યુવા આગેવાન લક્ષ્મણભાઈ સેનમા, તથા રોહિત સમાજના અગ્રણી કિરીટભાઈ પરમાર સહિત ભાજપના અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ અગ્રણીઓએ એકસૂરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આખી પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટે આહ્વાન કર્યું હતું. સ્થાનિક રજૂઆતો સાંભળીને ભાજપના “સંગઠન સશક્ત, લક્ષ્ય વિકાસ”ના મંત્ર સાથે ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.