વિદ્યાનગર ખાતે આણંદ ડિસ્ટ્રીક્ટ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-૨૦૨૨ યોજાઇ

રિપોર્ટ : બીના પટેલ
આણંદ – બુધવાર :: વલ્લભ વિદ્યાનગર ખાતે સંસ્કાર બાલવાડી યુનિવર્સિટી સ્ટાફ કોલોની ખાતે તાજેતરમાં આણંદ ડિસ્ટ્રીક્ટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ-૨૦૨૨ યોજાઇ ગઇ.ચેમ્પિયનશીપના પ્રારંભે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નિરંજન પટેલે યોગાસન સહિત વિવિધ રમત-ગમત પ્રવત્તિઓથી યુવાનોમાં શારીરિક શકિતની સાથે ભારતનું ભવિષ્ય આકાર લઇ રહ્યું છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સેવેલા “એક ભારત શ્રેષ્ઠ ભારત” નું સપનું સાકાર થઇ રહ્યું હોવાનું ઉમેર્યું હતું. ડૉ. પટેલે જિલ્લામાં આ પ્રકારની સ્પર્ધા પહેલીવાર યોજવા બદલ આયોજકોને ધન્યવાદ પાઠવી આવી સ્પર્ધાઓથી યોગ જેવી પ્રવૃત્તિને વેગ મળશે તેમ જણાવ્યું હતું. આ ચેમ્પિયનશીપ આણંદ જિલ્લા યોગ કૉ-ઓડીનેટર ડૉ. જયના પાઠકના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની સેવાઓ સર્વ શ્રી દિનેશભાઇ પરમાર, દક્ષ શુક્લા અને જય મિસ્ત્રીએ આપી હતી.આ ચેમ્પિયનશીપમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાના રમતવીરોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઇ સ્પર્ધાને સફળ બનાવી હતી. આ સ્પર્ધા ૯ થી ૧૪ વર્ષના સબ જુનિયર, ૧૪ થી ૧૮ વર્ષના જુનિયર અને એનાથી મોટા સિનિયર રમતવીરો એમ ત્રણ જૂથમાં યોજાઇ હતી. જેમાં ટ્રેડિશનલ, આર્ટિસ્ટિક સીંગલ, આર્ટિસ્ટિક પેર અને રિધમીક પેર એમ ચાર પ્રકારની સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.નિરંજન પટેલ અને સરદાર પટેલ એજ્યુકેશનના શ્રી શીતલભાઈ પટેલના હસ્તે ચંદ્રકો અને પ્રમાણપત્રો અર્પણ કરાય હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *