ધર્મને નુકશાનીના પરિબળોમાં ધાર્મિક સ્થાનો અને ધાર્મિક નેતાઓ.. જાથા

”જુનાગઢ જિલ્લાના પંચાળા ગામમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન”

– આધુનિક અંધશ્રદ્ધાએ માનવીને પાંગળો બનાવી દીધો…. જયંત પંડયા.
– ધાર્મિક નેતાઓ વારંવાર શ્રદ્ધાળુઓ, સેવકોની લાગણી દુભાવે છે.
– અવનવા પ્નયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા.
– ગ્રામજનોને જ્ઞાન–વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું. જાથાનો ૧૦,૦૦૪ મો કાર્યક્રમ સંપન્ન.

અમદાવાદ : જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામમાં ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કોઈપણ ધર્મને નુકશાન કરનારા પરિબળોમાં ધાર્મિક સ્થાનો અને ધર્મના રખેવાળો, ઠેકેદારો, તેના ધાર્મિક નેતા જ જવાબદાર છે. તે વારંવાર શ્રદ્ધાળુઓ, સેવકોની લાગણી દુભાવે છે છતાં અંધશ્રદ્ધાળુ ભક્તોની આંખ ખુલતી નથી તે દુ:ખદ છે. જાથાનો ૧૦,૦૦૪ મો કાર્યક્રમને ભારે સફળતા મળી હતી.
સ્વાગત પ્નવચન, પરિચય ગામના સુદાભાઈ શામળાએ આપી અંધશ્રદ્ધાથી આખરે માનવીનેજ નુકશાન થાય છે તેથી તેને દેશવટો આપવાની સૌની ફરજ છે. જાથાની વિચારધારા વર્ષોથી ગમે છે તેથી ખાસ આયોજન કર્યું છે.
કેશોદના નિવૃત શિક્ષક રજનીકુમાર પંડયાએ આ પંથકમાં જાથાની પ્નવૃતિની તાતી જરૂરીયાત છે. વિજ્ઞાન અભિગમ કેળવવાથી સમાજને ફાયદો થશે તેના દાખલા આપ્યા હતા. પંચાળા ગ્રામજનોની પ્નશંસા કરી હતી. 
વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગામના સરપંચ મસરીભાઈ પરમાર, સુદાભાઈ શામળા, ઉપસરપંચ દેવાયતભાઈ ચુડાસમા, બધાભાઈ પરમાર, અરવિંદભાઈ વાઢીયા, કેશવભાઈ ભરડા, હિરાભાઈ ચુડાસમા, જયદિપભાઈ માલમ, રજનીભાઈ પંડયા, ભાવેશભાઈ વાઢીયા, સાગરભાઈ   વાળા, યોગેશભાઈ મોકરીયા, અરવિંદભાઈ ભરડા, ચીમનભાઈ મોકરીયા, રાજેશભાઈ સુદાભાઈ, જયેશભાઈ મોકરીયા, હંસરાજભાઈ ચુડાસમા, દિલીપભાઈ સોરઠીયા, દિવ્યેશભાઈ બાલસ, બાલાગામના હરદાસભાઈ પરમાર, અજયભાઈ વ્યાસ વિગેરેએ હાજરી આપી જાથાની પ્નવૃતિની ભારોભાર પ્નશંસા કરી હતી.
જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે આધુનિક અંધશ્રદ્ધામાં વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, જયોતિષ, ટેરાશાસ્ત્ર, વર્ષો જુની માન્યતાઓનું વળગણ શિક્ષિત લોકો અનુકરણ કરે છે તે દુ:ખદ છે. શિક્ષિત લોકોના આચરણથી નાના વર્ગના લોકો અનુસરે છે તેનાથી આખરે તો માનવીને જ નુકશાન થાય છે તેની વિગત આપી હતી. વર્તમાન સમય લોકોની આસ્થાનો પરીક્ષાનો સમય છે. ઈતિહાસ તપાસીએ તો ધર્મને નુકશાન કરનારા તત્વોમાં ધાર્મિક સ્થાનો તેના ઠેકેદારો, રખેવાળો, ધાર્મિક નેતાઓને આભારી હોય તેઓ વારંવાર લોકો, આસ્થાળુ, સેવકો, શિષ્યો, શ્રદ્ધાળુઓની ભાવના, લાગણી ઉપર ઘા કરી દુભાવે છે કારણ માત્ર ધાર્મિક નેતાઓ, તેના આશ્રમો, મહેલો, વૈભવી ઠાઠમાઠ, સંપત્તિના કારણે તેને કોઈની સાથે લેવા–દેવા ન હોય તેવો વ્યવહાર કરે છે તેના કારણોમાં માત્ર માનવી જ જવાબદાર છે. આંધળા વિશ્વાસના કારણે ધાર્મિક નેતાઓ કાબુ બહાર છે. ઘરને જ મંદિર બનાવવાની જરૂર છે. માનવ ધર્મ રાષ્ટ્રીય ધર્મ જ શ્રેષ્ઠ છે તેના દાખલા આપવામાં આવ્યા હતા. લોકોએ આશારામો, નિત્યાનંદો, રાધામા, નર્મલિબાબાઓથી ચેતવાની, જાગવાની જરૂર છે. ભાવી પેઢીની સામે જોઈ શ્રદ્ધાળુનું વર્તન, વાણી, વ્યવહાર પરિસ્થિતિ મુજબ હોવો જોઈએ તેવી શીખ આપી હતી. 
વધુમાં જયંત પંડયાએ ગ્રામજનોને જણાવ્યું હતું કે જનસમાજની આત્મા અને પુનર્જન્મની વાતો વિજ્ઞાને કપોળ કલ્પિત સાબીત કરી છે. શરીરમાં કોઈ આત્મા જ નથી. જન્મ સમયે પ્નવેશવું અને મૃત્યુ પ્નસંગે બહાર નીકળવું આ વાતો કેવળ અજ્ઞાનના કારણે જ પ્નચલિત છે. હકીકતે નર્યું જુઠાણું છે. વિજ્ઞાને અને ડોકટરોએ શરીર રચનામાં કયારેય આત્માનું હોવું તે પ્નતીતિ કરી નથી. પ્નયોગો કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. લોકોને દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પ્નત્યેક જીવમાં આત્મા હોય તો સાબિતી અર્થે એરટાઈટ કાચની શીશીમાં કીડી, મકોડા કે અન્ય નાના જીવને પુરી પેક કરી દેવામાં આવે તો થોડા સમય બાદ અંદર રહેલા જીવો ઓકિસજન ન મળવાના કારણે મૃત્યુ થાય છે. વાસ્તવમાં શીશી આત્માને કારણે તુટી જતી નથી. આપણા પૂર્વજોની અજ્ઞાનતાના કારણે બાળપણથી ખોટા ખ્યાલો, વાતો, હકીકતો, સંભળાવી, સાબિતીઓ આપી કુમળા માનસમાં ફીટ કરવામાં આવે છે. જે સંસ્કારો મોટી ઉંમર થવા છતાં નીકળતા નથી તેવું વિજ્ઞાન સિદ્ધ છે. તેથી સગર્ભા સ્ત્રીઓ અને જાગૃત માતા–પિતાએ બાળપણથી અવૈજ્ઞાનિક વાતો કે પૌરાણિક કથાઓથી બાળકોને દૂર રાખી વૈજ્ઞાનિક માનસ કેળવાય તેવા આયોજનો અમલમાં મુકવા જોઈએ. ભૂત, પ્નેત, વળગાડની ખોટી વાતો બાળકોની હાજરીમાં કયારેય કરવી ન જોઈએ. અત્યારે વિજ્ઞાન, ટેકનોલોજીનો દુરઉપયોગ ટી.વી. સીરીયલો કરી રહી છે. ફકત સ્વાર્થ ખાતર, કમાવવાના દ્રષ્ટિકોણથી ભૂત, પ્નેત, પુનર્જન્મ અને તદૃન વિકૃત અને અવાસ્તવિક હકિકત મુકી બાળકો, મહિલાઓને, સમાજને માનસિક હાનિ, પછાત રાખવાનું કાર્ય થઈ રહ્યું છે. તેવી સીરીયલોને સરકારની મંજૂરીની મહોર લાગી જાય તેનાથી વધુ વિચિત્રતા કંઈ હોય શકે ? લોકો તો જાગતા સુતા હોય કયારેય વિરોધ કરવાના નથી. કોઈક વિરોધ કરી અટકાવશે આવી મનોવૃત્તિને કારણે આપણો દેશ ર૦૦ વર્ષ ગુલામ રહ્યો હતો તેની પણ છણાવટ કરી હતી. લોકોને શારીરિક, માનસિક ટેકો ન આપી શકે તો આર્થિક ટેકો આપી સહયોગ આપવો જોઈએ. વર્તમાન સમયે સીરીયલોનો વિરોધ કરવા પત્રો પણ જાગૃતોએ લખવા જોઈએ.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે માનવ જાતને સૌથી મોટું નુકશાન મેલી વિદ્યાએ નહિં પણ તેના પોતાના મનના નબળા વિચારોએ જ પહોંચાડયું છે. આપણા દેશમાં મેલીવિદ્યાની તરેહતરેહની વાતો સૈકાઓથી ચાલી આવે છે. એટલે આવી કાલ્પનિક શકિતનું અસ્તિત્વ એ આપણને મળેલો સાંસ્કૃતિક વારસો છે. ભયભીત, નબળા મનના અને પોતાની જાતને અપરાધી સમજતા લોકો આવી દંતકથાઓને સાચી માની લઈ તેનો પ્નત્યક્ષ કાલ્પનિક અનુભવના આધારે ડરે છે. હકિકતમાં આવી ઘટના માત્ર વ્યકિતના મનમાં જ ઘટે છે, બહારની દુનિયામાં નહિં. ભયભીત માણસની આંખ એ જ જુએ છે જે તેનું મન વિચારે છે એટલે આવી ચમત્કારિક શકિતનું અસ્તિત્વ માણસનાં મનમાં છે. બહારની દુનિયામાં નહિં. 
ચમત્કારિક પ્નયોગોમાં એકના ડબલ, ધગધગતો અગ્નિ ખાવા, મનગમતી મીઠાઈ, કાનેથી ચિઠૃી વાંચવી, હાથમાંથી કંકુ ભસ્મ નીકળવું, આકસ્મિક રીતે કોઈપણ વસ્તુ સળગાવવી, પોટેશિયમ પરમેનેગેન્ટ, એમોનિયમ ડાયક્રોમીક, ગ્લીસરીન, સોડીયમ મેટલ, મીથાઈલ આલ્કોહોલ, મરકયુરીક કલોરાઈડ, ફીનોપ્થેલીન, ચુનાનું દ્રાવણ, પીળો–સફેદ ફોસ્ફરસ, અનેક કેમીકલની મદદથી વૈજ્ઞાનિક ચમત્કારોનું નિદર્શન કરી સ્થળ પર ગ્રામજનોને શીખવી દેવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન રજનીભાઈ પંડયાએ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *