

રિપોર્ટ :- બીના પટેલ
ખંભાત શહેર વોર્ડ-૯ માછીપુરા ખાતે ખારવા વિસ્તારમાં ધારાસભ્ય ફંડમાંથી ગણપતિ ચોક તરફના સી.સી રોડ માટે ₹ 3.50 લાખના ખર્ચે મંજુર થયેલ કામનું ખાતમુહૂર્ત કરી ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે વિસ્તારની માંગણીને માન આપી સમાજની વાડીમાં બ્લોક પેવિંગ કામ માટે ₹ 2.50 લાખ ફાળવવા હૈયાધારણ આપી હતી.આ પ્રસંગે ન.પા પૂર્વ પ્રમુખ રોહિતભાઈ ખારવા, કાઉન્સિલર જીતુભાઇ ખારવા, સન્ની ખલાસી, સમાજના પ્રમુખ મહેશભાઈ ખારવા, હરીશભાઈ ખારવા, ગણેશ સોસા. પ્રમુખ સૂર્યકાંતભાઇ ખારવા, અશોકભાઈ ખલાસી કલ્પેશભાઈ પંડિત સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
