
શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધ સંચાલીત નવનીત નગર / કોવઈ નગર મધ્યે આજ રોજ શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ ગુણસાગરસુરીશ્વરજી મ.સા.ની અસીમ કૃપાથી પ.પૂ.તપચક્રવતી જીન શાસન શીરોમણી અ.ગ.આ.ભ.પ.પૂ. ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના આર્શીવાદી સાહિત્ય દિવાકર,રાજસ્થાન દક્ષિણદિપક વર્તમાન અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.કલાપ્નભસાગરસુરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પ.પૂ.પ્નવર્તિની મહતરા મુખ્યા સાધ્વી વસંતપ્નભાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ.સાધ્વી શ્રીઅર્હતકિરણાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. સાધ્વી શ્રી આનંદકિરણાશ્રીજી મ.સા.આદિ ઠાણાની નિશ્રમાં અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણાથી પર્વાધિરાજ પયુર્ષણ મહાપર્વના બીજા દિવસે જૈનોના પવિત્ર ગ્રંથ એવા કલ્પસુત્ર ની પોથી ધરે પધરાવવાનો અને વહોરાવવાનો લાભ માતૃશ્રી કસ્તુરબેન મણીલાલ કકકા પરિવારે લીધો હતો.તથા અન્ય ભાગ્યશાળીઓએ પાંચ જ્ઞાન પુજાના ચડાવાના લાભ લીધા હતા. શ્રી સંધ ધ્વારા લાભાર્થી પરિવારના નિવાસ્થાને વાજતે ગાજતે કલ્પસુત્રની પોથી પધરાવવામાં આવી હતી.આ પ્નસંગે પ.પૂ. સાધ્વી શ્રી આનંદકિરણાશ્રીજી મ.સા.એ જણાવ્યુ હતુ કે સંસાર ની મોહમાયાની સામે ધર્મમય આરાઘનારૂપી શસ્ત્રનો ઉપયોગ કરી કર્મ નર્જરિા કરવાની શીખ સાથે પર્વાધિરાજ પયુર્ષણ મહાપર્વના દરમ્યાન યથા શકિત ધર્મ અને તપની આરાધના કરવા જણાવ્યુ હતુ.આ પ્નવેશ પ્નસંગે સંધના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે જૈન ધર્મમાં પર્વાધિરાજ પયુર્ષણ દરમ્યાન માનવસેવા ,જીવદયા ધ્વારા શ્રી સંધ ધ્વારા તેમની ઉજવણી કરવામાં આવે છે અને તપસ્યા કરનાર તપસ્વીઓની તપસ્યા નિવિધ્ને પુર્ણ થાય તે માટે શ્રી સંધ ધ્વારા તેમના તપની અનુમોદના કરી હતી.
આ પ્નસંગે મહાજનના ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ છેડા,શ્રી રાજેશભાઈ સંગોઈ,સંધના ટ્રસ્ટી શ્રી લ્હેરીભાઈ છેડા,શ્રી કિરણભાઈ કકકા,શ્રી કાંતિલાલભાઈ પોલડીયા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ યુવા પાંખ અને મહિલાપાંખના સભ્યો સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ગોગરી કરી હતી.