પોશીના તાલુકામાં એક દિવસમાં ૪૬ આરોગ્ય કેમ્પ ૧૨૫૩ જેટલા નાગરીકોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ અપાયો

સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં ૪૬ જેટલા કેમ્પ યોજી ૧૨૫૩ જેટલા નાગરીકોને આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. નાગરીકોને આ કાર્ડ માટે તાલુકા કે આરોગ્યકેંદ્ર સુધીના જવુ પડે અને ઘરે બેઠા આ સેવા સરળતાથી મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા આ કેમ્પો યોજવામાં આવ્યા હતા.    
 
    સરકારની આરોગ્યની સેવાઓ છેવાળાના માનવી સુધી પહોંચી શકે અને તમામને આરોગ્ય સેવાઓ મફત અને સારી રીતે મળી શકે તે માટે આદિજાતિ વિસ્તાર પોશીનામાં ૪૬ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોશીનાના આજાવાસ અને ચંદ્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ૧૨૫૩ જેટલા નાગરિકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કાર્ડ થકી સરકારી તેમજ સરકાર માન્ય પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને પાંચ લાખ સુધીની સારવાર મફત કરવામાં આવે છે.
   આ કેમ્પોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચારણ, તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.     
રિપોર્ટર -ઇન્દ્ર પટેલ સાબરકાંઠા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *