

રિપોર્ટ : બીના પટેલ
શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ધ્વારા આયોજિત “ઐતિહાસિક સમરસ કાવડયાત્રા” અંતર્ગત ખંભાત વિધાનસભામાં સમિતિના અધ્યક્ષ પ.પૂ.સદ શ્રી નૌતમ સ્વામી જીના પ્રેરક નેતૃત્વમાં સરદાર ટાવર થી “સમરસ કાવડયાત્રા” નું આયોજન કરાયું અને કોલમપાડા ખાતે ભગવાન શ્રી કાર્તિકેય ધ્વારા સ્થાપિત શ્રી કુમારેશ્વર મહાદેવ ખાતે દલિતસમાજના યુવાનો મનોજભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા અને જયેશભાઈ ધ્વારા “સમરસ જળાભિષેક” કરવામાં આવ્યો.
આ યાત્રામાં રાણા ચકલા શ્રી સ્વામિનારાયણ મંદિર કોઠારી પ.પૂ. શ્રી ધર્મનંદન સ્વામી જી સહિત સંતો-મહંતો, ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ, શહેર ભાજપ પ્રમુખ પીનકીનભાઈ બ્રહ્મભટ્ટ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હિંદુ ધર્મસેના સહિત વિવિધ હિંદુ સંગઠનોના પદાધિકારીઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ અને ખંભાતની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી.