
નરેન્દ્ર પટેલ ભરુચ
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશ વિષે જાણે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે પરીક્ષા યોજાઈ હતી
