ભરૂચ: અત્યાધુનિક યુનિટી બ્લડ સેન્ટરનું ભાજપ અધ્યક્ષ CR પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

કમલમ ન્યુઝ, નરેન્દ્ર પટેલ, ભરૂચ

આજરોજ તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યોજાનાર ઉદ્દઘાટનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, પુર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભારતસિંહ પરમાર, વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટથી શૈલેષ પટેલ અને તેમના સહયોગી મિત્રો પૈકી કમલેશ પટેલ અને વાજીદભાઇ જમાદાર દ્વારા લોક સેવા માટે હવે એ દરેક પ્રકારનું લોહી તથા લોહીના ભાગો ભરૂચમા ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *